સુરત(Surat): શહેરના રાંદેર(Rander)ના ઉગત-ભેસાણ રોડ પર રહેતા કોમ્પ્યુટર ઓપરેટર(Computer operator) સાથે સોશિયલ મીડિયા(Social media) પર મિત્રતા કર્યા બાદ તેનો બીભત્સ વીડિયો(Nasty videos) બનાવી યુવતીએ બ્લેકમેલ(Blackmail) કર્યો હોવાનો કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. 20 હજાર રૂપિયા ખંખેર્યા બાદ વધુ રૂપિયા માંગી યુવતીએ સતત બ્લેકમેલ કરતા યુવકે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. યુવકની આત્મહત્યાને ધ્યાનમાં લઈને સાયબર ક્રાઇમે યુવતી સહિત બે લોકોને પકડી પાડ્યા હતા. સમગ્ર મામલે રાંદેર પોલીસે આત્મહત્યાનો દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મૂળ ઓલપાડનો અને ઉગત-ભેસાણ રોડ પર રહેતા તેમજ ઓનલાઇન શોપિંગની ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતા 26 વર્ષના યુવકે 31મી ઓકટોબરે મોડીરાતે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. જયારે પરિવારના સભ્યોએ મૃતકનો મોબાઇલ ચેક કરતા તેમાંથી ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. જેમાં યુવક સાથે શ્રેયા નામની યુવતીએ સોશિયલ મીડિયા પર બીભત્સ વાતચીત કરી ફસાવવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, યુવતીએ યુવકનો બીભત્સ વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયા પર તેના સંબંધી અને મિત્રોને મોકલવાની ધમકી આપી હતી અને બ્લેકમેલ કરી 20 હજાર જેટલા રૂપિયા પડાવી લીધા હતા. વધુ રૂપિયા માટે સતત બ્લેકમેલ કરતા યુવક માનસિક રીતે તણાવમાં મુકાઇ ગયો હતો અને તેણે ઘરમાં જ ગળાફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું. જોકે વીડિયો ડિલીટ કરવા માટે યુવકે વીડિયો કોલ કરીને પોતે યુવતીને આપઘાત કરવાની પણ ચીમકી આપી તેમ છતાં પણ વધુ રૂપિયાની માંગણી ચાલુ જ રાખી હતી અને અંતે આપઘાત કરી લીધો હતો.
20 હજાર ખંખેર્યા બાદ પણ કરી રહી હતી વધુ રૂપિયાની માંગણી:
સમાજમાં અને પરિવારમાં બદનામીના ડરે યુવકે 31મી ઓકટોબરે મધરાત્રે 2.18 વાગ્યે પેટીએમથી 5 હજાર રૂપિયા, 2.26 વાગ્યે બીજા 5 હજાર રૂપિયા તેમજ 2.29 વાગ્યે 10 હજાર રૂપિયાનીની રકમ મળી કુલ 20 હજાર જેટલા રૂપિયાની રકમ યુવતીને મોકલી આપી હતી છતાં યુવતી તેની પાસે વીડિયો ડિલીટ કરવા માટે વધુ 5 હજાર રૂપિયાની માંગણી કરી હતી. યુવક પાસે રૂપિયાની વ્યવસ્થા ન થતાં યુવતી તેની પાસે વારંવાર રૂપિયાની માંગણી કરી માનસિક ત્રાસ આપી રહી હતી જેને લીધે કંટાળીને અંતે યુવકે આપઘાત કરી લીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.