પરિવર્તન યાત્રામાં વગર સુવિધાએ ખેતરમાં ખાટલે સુતેલા AAP નેતાઓના ફોટો વાઈરલ થતા સાદગીની થઇ રહી છે ચર્ચાઓ

હાલ ગુજરાતમાં ચુંટણીના શંખનાદ ફૂંકાઈ ચુક્યા છે. ત્યારે ભાજપની વર્ષોની ‘વિકાસ યાત્રા’ને બ્રેક લગાવવા નવી પાર્ટી તરીકે આમ આદમી પાર્ટીએ ‘મિશન ગુજરાત’ની શરૂઆત કરી દીધી…

હાલ ગુજરાતમાં ચુંટણીના શંખનાદ ફૂંકાઈ ચુક્યા છે. ત્યારે ભાજપની વર્ષોની ‘વિકાસ યાત્રા’ને બ્રેક લગાવવા નવી પાર્ટી તરીકે આમ આદમી પાર્ટીએ ‘મિશન ગુજરાત’ની શરૂઆત કરી દીધી છે. સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા પુરા જોશમાં આગળ વધી રહી છે. આ ઐતિહાસિક પરિવર્તન યાત્રાને સર્વત્ર જનતાનો અભૂતપૂર્વ સહયોગ મળી રહ્યો છે.

સોમનાથથી પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા, પ્રદેશ યુવા અધ્યક્ષ પ્રવિણ રામ અને પ્રદેશ ઉપાધ્યક્ષ નિમિષાબેન ખૂંટની આગેવાનીમાં નીકળેલી પરિવર્તન યાત્રા સવારે 6 કલાકે કોડીનારથી નીકળીને 10 કલાકે કોડીનાર શહેરમાં પહોંચી હતી. ત્યાંથી ઉપડી સાંજે 4 વાગે ઉનાગામ પહોચી હતી, અને ત્યારબાદ ઉનાગામથી નીકળી પરિવર્તન યાત્રા રાત્રે 8 કલાકે મોટા સમઢીયાડા ખાતે પહોચી હતી. ત્યાં આ દરેક નેતાઓ કોઈ સુવિધા વગર ખેતરમાં ખાટલા પર સુતા પણ નજરે ચડ્યા હતા.

જાણવા મળ્યું છે કે, આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રાને અભૂતપૂર્વ જન સમર્થન મળી રહ્યું છે. લોકોમાં આમ આદમી પાર્ટી નવું આશાનું કિરણ બનીને ઉભરી રહી છે. આ પરિવર્તન યાત્રામાં જનતા સાથે જનતાના મુદ્દાઓ ની ચર્ચા થઈ રહી છે. આ પરિવર્તન યાત્રાને કારણે ભાજપ-કોંગ્રેસમાં ભયનું વાતાવરણ પણ ઉભું થયું છે. દરેક સ્થળ પર લોકો સાથે વાત કરીને, લોકો સાથે જમીની સમસ્યાઓ પર ચર્ચા કરીને પરિવર્તન યાત્રા આગળ વધી રહી છે. આ સાથે વિવિધ વિધાનસભાઓમાંથી જાહેર મુદ્દાઓ પર મોટી સંખ્યામાં જનમત પણ યોજવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *