IPL 2022 માં ગુજરાતનો ‘હાર્દિક’ વિજય- બોલીવુડ સિતારાઓ સાથે ટાઇટન્સના ખેલાડીઓએ મહેફિલમાં લગાવ્યા ચાર ચાંદ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League) ની ફાઈનલ (Final) મેચ પહેલા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium, Ahmedabad) માં શાનદાર સમાપન સમારોહ યોજાયો હતો. સમાપન સમારોહમાં બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહ (Ranveer Singh), ગાયક એઆર રહેમાન (AR Rahman) સહિત ઘણા સ્ટાર્સે પોતાનો ઝલવો વિખેર્યો હતો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલા સમાપન સમારોહની અદભૂત તસવીરો જુઓ.

બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહે સમાપન સમારોહની શરૂઆત ધમાકેદાર પરફોર્મન્સ સાથે કરી હતી. રણવીર સિંહે 83ના ગીત પર ડાન્સની શરૂઆત કરી, ત્યારબાદ તેણે સતત પંદર મિનિટ સુધી શાનદાર પરફોર્મન્સ આપ્યું. રણવીર સિંહની એનર્જી અને અદભૂત ડાન્સ પર હાજર હજારો ચાહકો દંગ રહી ગયા હતા.

રણવીર સિંહ બાદ લિજેન્ડ સિંગર એઆર રહેમાને પણ પોતાનું પરફોર્મન્સ આપ્યું હતું. એઆર રહેમાને વંદે માતરમ, જય હો સહિત કેટલાય ગીતો પર પરફોર્મ આપ્યું હતું. તેમની સાથે મોહિત ચૌહાણ, નીતિ મોહન સહિત અન્ય સ્ટાર સિંગર્સ પણ હાજર હતા.

IPL ફાઈનલ દરમિયાન બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર, બિઝનેસમેન ગૌતમ અદાણી, BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી, BCCI સેક્રેટરી જય શાહ, IPL ચેરમેન બ્રિજેશ પટેલ અને અન્ય ઘણી મોટી હસ્તીઓ સ્ટેડિયમમાં હાજર રહી હતી.

આ ખાસ અવસર પર તમામ કોમેન્ટેટર પણ દેશી કપડામાં જોવા મળ્યા હતા. સુનીલ ગાવસ્કર, રવિ શાસ્ત્રી, મેથ્યુ હેડન, ગ્રીમ સ્મિથ, ઈરફાન પઠાણ અને અન્ય કોમેન્ટેટર શેરવાનીમાં દેખાયા હતા.

બીસીસીઆઈએ આઈપીએલ ફાઈનલમાં પણ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે, જેને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બુકમાં સ્થાન મળ્યું છે. BCCIએ IPLની સૌથી મોટી ટી-શર્ટ બનાવી છે, જેના પર IPLની તમામ ટીમોનો લોગો ચોંટાડવામાં આવ્યો છે.

સમાપન સમારોહ દરમિયાન ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી પણ કરવામાં આવી હતી. આ દરમિયાન આઝાદી બાદ ક્રિકેટની શ્રેષ્ઠ પળોને યાદ કરવામાં આવી હતી. જેમાં 1983 ક્રિકેટ વર્લ્ડ કપ, 2007 ટી20 વર્લ્ડ કપ, 2011 વર્લ્ડ કપ, 2013 ચેમ્પિયન્સ ટ્રોફીની જીતની ક્ષણો બતાવવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *