હાલમાં બોલીવુડ ફિલ્મજગતમાંથી એક સમાચાર સામે આવ્યા છે. 22 ઓગસ્ટે રણવીર સિંહની માતા અંજુ ભવનાનીનો જન્મદિન હતો. રણવીર સિંહ પરિવારની સાથે મુંબઈની પ્રખ્યાત હોટલમાં પાર્ટી આપી હતી. આ પાર્ટીનો ઇન્સાઇડ વીડિયો હાલમાં સોસિયલ મીડિયા પર ખુબ વાઇરલ થયો છે. આ વીડિયોમાં રણવીર સિંહ સોંગ્સ પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. આટલું જ નહીં, રણવીર સિંહે જેકેટ કાઢીને મન મૂકીને ડાન્સ કર્યો હતો.
પાર્ટીનો ઇન્સાઇડ વીડિયો થયો વાઇરલ:
રણવીર સિંહ પત્ની દીપિકા, બહેન રિતિક, પેરન્ટ્સ, સાસુ-સસરા (ઉજજવલા-પ્રકાશ પાદુકોણ) અને અન્ય મિત્રો તેમજ સંબંધીઓની સાથે મુંબઈની પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં ગયો હતો. રણવીર સિંહે મમ્મીની બર્થડે પાર્ટીમાં જેકેટ કાઢીને ફક્ત ગંજી અને રિપ્ડ જીન્સમાં ધમાકેદાર ડાન્સ કર્યો હતો.
એક વીડિયોમાં રણવીર સિંહે માતા અંજુ ભવનાની એક્ટર કાર્તિક આર્યનની ફિલ્મ ‘સોનુ કે ટીટુ કે સ્વીટી’ના ગીત ‘દિલ ચોરી..’ પર ડાન્સ કર્યો હતો. પિતા જગજિત સિંહ ભવનાની સાથે પણ ડાન્સ કર્યો હતો. આની ઉપરાંત રણવીર ફિલ્મ ‘પદ્માવત’ના ગીત ‘ખલીબલી..’ પર પણ ઝૂમ્યો હતો.
પત્નીની સાથે મસ્તી કરી:
રણવીર સિંહ ડાન્સ કરી રહ્યો હતો તેમજ દીપિકા હાથમાં ડ્રિંક લઈને ફેમિલી મેમ્બરની સાથે સોફા પર બેઠી હતી. આ સમયે રણવીર પત્નીની પાસે આવ્યો હતો તેમજ ફિલ્મ ‘બેફ્રિકે’ના ગીત ‘નશે સે ચઢ ગઈ રે..’ પર ડાન્સ કર્યો હતો. આની સાથે-સાથે થોડી મસ્તી પણ કરી હતી.
રણવીર સિંહના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો ’83’માં પત્ની દીપિકાની સાથે જોવા મળશે. આની ઉપરાંત રણવીરની ‘જયેશભાઈ જોરદાર’ રિલીઝની રાહ જોઈ રહી છે. રણવીર હાલમાં કરન જોહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ના શૂટિંગમાં વ્યસ્ત રહેલો છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ જોવા મળશે.
22 ઓગસ્ટે પરિવાર સાથે હોટલની બહાર રણવીર:
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.