હાલમાં કોરોના વચ્ચે એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, એક વોર્ડ બોય ઊપર ઓક્સિજન ઊપર રહેલી કોરોના પોઝિટિવ મહિલા પર બળાત્કારનો પ્રયાસ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ કેસ પ્રકાશમાં આવ્યા બાદ આરોપી વોર્ડ બોયની પોલીસે ધરપકડ કરી હતી.
ખરેખર, આ ઘટના એક ખાનગી હોસ્પિટલના કોવિડ સેન્ટરની છે. જ્યાં મહિલા કોવિડ પોઝિટિવ હોવાથી દાખલ કરવામાં આવે છે. મહિલાના ઓછા ઓક્સિજનના સ્તરને કારણે ઓક્સિજન ઉપર રાખવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, પીડિતાના પુત્રએ એફઆઈઆર લખી છે કે, શનિવારે રાત્રે વિવેક લોધી નામનો વોર્ડ બોય તેની માતાના વોર્ડમાં આવ્યો હતો. તેની માતા કોરોના ચેપગ્રસ્ત છે, તેથી ઓરડામાં બીજું કોઈ રહેતું નથી. તેનો લાભ લઇને વોર્ડ બોયએ ફરિયાદીની માતા સાથે દુષ્કર્મ આચર્યું હતું.
મહિલાએ જ્યારે બુમો પાડવાનું શરૂ કર્યું ત્યારે વોર્ડ બોય ઉતાવળમાં રૂમમાંથી ફરાર થઈ ગયો. આ પછી, મહિલાએ તેના પુત્રને બોલાવીને સમગ્ર ઘટના વિશે જણાવ્યું. કેસની માહિતી મળતાની સાથે જ મહિલાનો પુત્ર તેના પરિવારના સભ્યો સાથે હોસ્પિટલમાં પહોંચ્યો હતો.
પોલીસનું કહેવું છે કે, પુત્રની ફરિયાદના આધારે આરોપી વિવેક લોધી વિરુદ્ધ કલમ 376 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ વોર્ડ બોયની ધરપકડ કરવામાં આવી છે. સંબંધીઓએ હોસ્પિટલ મેનેજમેન્ટ પર પણ બેદરકારી દાખવી હોવાનો આરોપ લગાવ્યો છે, જેની તપાસ કરવામાં આવી રહી છે. તેમજ સમગ્ર મામલે વોર્ડ બોયની પુછપરછ કરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટના મધ્યપ્રદેશના ગ્વાલિયરની હોવાનું જાણવા મળી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.