દિલ્હી નિર્ભયા કાંડની યાદ અપાવતી ભરૂચની દુષ્કર્મ ઘટનામાં મોટા સમાચાર: પીડીતાનો જીવ…

Bharuch Rape Case: ભરૂચની ઝઘડિયા GIDCમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારા નરાધમ વિજય પાસવાનને કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે તેના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસાઓ થાય તેવી શક્યતા છે. નરાધમ વિજયે 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી ક્રૂરતાની તમામ હદ વટાવી હતી. આરોપીએ દુષ્કર્મ કર્યા બાદ બાળકીના (Bharuch Rape Case) પ્રાઈવેટ પાર્ટમાં લોખંડનો સળિયો નાખી ઈજા પહોંચાડી હતી. હાલ બાળકી વડોદરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

હચમચાવી નાખે તેવા બાળકીના હાલ કર્યા
ભરૂચના ઝઘડિયા GIDC વિસ્તારમાં એક બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આરોપીએ દુષ્કર્મ બાદ બાળકીના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખ્યો હતો. આ કેસમાં પોલીસને આરોપીના ઘરેથી તે સળિયો પણ મળી આવ્યો છે. સળિયાને કારણે બાળકીના ગુપ્તાંગ, યુટ્રસ, સ્ટૂલ એરિયા, મોટા આંતરડામાં ગંભીર ઈજાઓ થઈ છે. પોલીસે આપેલી માહિતી પ્રમાણે આરોપી વિજય પાસવાને એક સપ્તાહ પહેલા પણ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું.

બાળકીની પહેલી સર્જરી સફળ ન થતા તેની બીજી સર્જરી કરવામાં આવી
મોઢાના ભાગે તથા ગુપ્ત ભાગો ઉપર ગંભીર ઈજાઓના પગલે ભરૂચ સિવિલ બાદ વડોદરા એસએસજી હોસ્પિટલમાં બાળકીની સારવાર ચાલી રહી છે. રાજ્ય સરકાર પોસ્કો કેસમાં બાળકીના પરિવારજનોને 10 લાખ રૂપિયાનું વળતર પણ આપવામાં આવશે. આ સાથે બાળકીનો જીવ બચાવવા માટે આરોગ્ય વિભાગની ટીમ સતત પ્રયાસ કરી રહી છે.આ બાળકીની ભરૂચમાં એકવાર સર્જરી કરવામાં આવી પરંતુ તે સર્જરી સફળ ન થતા તેને વડોદરા ખાતે લઇ જવામાં આવી અને ત્યાં એની બીજીવાર સર્જરી કરવામાં આવી.

બાળકીની સારવાર કરતાં તબીબો કંપી ઉઠ્યા
આ બાળકીને એટલી ગંભીર ઇજાઓ પહોંચી હતી કે તેનાથી ઉભું પણ થવાતું ન હતું. જેથી તે ત્યાંથી ઢસડાતી ઢસડાતી તેના મકાન પાસેની દીવાલ સુધી પહોંચીને પોતાની માતાને બુમો પાડવા લાગી હતી. આ સમયે ત્યાં વાસણ માજી રહેલી તેની માતાએ પોતાની પુત્રીનો અવાજ સાંભળતાં જ ઉપર ચઢીને જોતા જ ચોકી ઉઠી હતી. માતાએ તાત્કાલિક બાજુમાં રહેતાં અન્ય લોકોને બોલાવી તાત્કાલિક તેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઈને પહોંચી હતી. જ્યાં હાજર તબીબો બાળકીની હાલત જોઈ તેની સારવાર કરતા તેઓના પણ હાથ કાપવા લાગ્યા હતા.

બાળકીની આ હાલત જોઈને આજે બધાના મનમાં અનેક સવાલો થાય છે કે આટલી ખરાબ ક્રૂરતા….સાવ આવી વિકૃતતા…અરે આ 10 વર્ષની બાળકીનો શું વાંક…આપણે અહીંયા ચૂકરીઓ માટે સેલ્ફ ડિફેન્સના ક્લાસ કરાવે છે. પરંતુ આજે આ 2 વર્ષની બાળકી ક્યાંથી લાવે આવી સેલ્ફ ડિફેન્સ. 12 વર્ષની બાળકી એ નરાધમને પછાડી પાડવાની હિંમત ક્યાંથી લાવે.આવા આરોપીઓને પકડીને સજા પણ આપવામાં આવે છે છતાં પણ આવી ઘટના આવે છે ત્યારે શું આવી વિકૃતા માટે કોઈ દાખલરૂપ સજા નહીં હોય. અરે આજે 10 વર્ષની બાળકી જીવન મરણ વચ્ચે જોલા ખાય રહી છે ત્યારે આવા વિકૃત માનસિકતા ધરાવનારને ક્યારે દાખલારૂપ કાર્યવાહી થશે. આવા વિકૃતને દાખલારૂપ કાર્યવાહી જરૂરી….