ગુજરાતમાં ધીરે ધીરે હવે લુંટ, મર્ડર, અપહરણ, ધમકી, ખંડણી જેવા ગુનાઓ વધવા લાગ્યા છે. ગુનેગારોને જાણે પોલીસનો ડર ના હોય તેવી રીતે તે લોકો જાહેરમાં ગુનો આચરવાથી ડરતા નથી. આવોજ એક કિસ્સો સૌરાષ્ટ્રના પંથકમાં સામે આવ્યો છે. બોટાદ શહેરમાં રહેતા ૭૫ વર્ષીય વૃદ્ધાને વિધવા સહાયના ફોર્મમાં તમારી સહિ બાકી છે તેમ કહી બાઇક ઉપર ફોર્મમાં સહિ કરાવવા માટે લઇ ગયો હતો.
બાઈક સવાર વૃદ્ધા ને એકદમ નિર્જન જગ્યાએ વૃદ્ધાને ઉતારી ધાક-ધમકી આપી કાનમાં પહેરેલ ચાર સોનાની કડીઓ અને સોનાનો કાપ કઢાવી લઇ લૂંટ ચલાવી શખ્સે ૭૫ વર્ષિય વૃદ્ધા સાથે દુષ્કર્મ ગુજારી જધન્ય કૃત્ય કરી રૂા.૧૦૦ની નોટ આપી શખ્સ ફરાર બન્યો હતો. જેને લઇ બોટાદ પંથકમાં ભારે ચકચાર છવાઇ જવા પામી છે.
ઘટનાની જાણવા મળતી વિગતો પ્રમાણે બોટાદ શહેરના ભાવનગર રોડ પર રહેતા એક ૭૫ વર્ષિય વૃદ્ધાએ બોટાદ પોલીસ મથકમાં મોબાઇલ નંબર ધારક સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ગઇકાલે સવારના અરસા દરમિયાન તેણીની દોહિત્રીના એક્ટીવા ઉપર ભાવનગર રોડ ફટાક પાસે ઉતરી ભાંભણ ગામ જવા માટે નિકળેલ તે વેળાએ એક અજાણ્યા બાઇક ચાલકે તેની પાસે આવી તમારો ફોન લાવો, વિધવા સહાયના ફોર્મમાં તમારી સહિ બાકી છે.
બાદમાં વિધવા સહાયના ના નામે વિધવા સહાય ફોર્મ માટે માણસ અહીં નહીં આવે ખસ રોડે ચાલો તેમ કહી કલેક્ટર કચેરી પાછળના ભાગે નિર્જન જગ્યાએ ગામની બહાર લઇ જઇ તેઓએ કાનમાં પહેરેલ ચાર સોનાની કડીઓ, કાપ આપી દો નહીંતર જાનથી મારી નાખીશ તેમ કહી ધાક-ધમકી આપી સોનાના દાગીનાની લૂંટ ચલાવી કાંઇ બોલતી નહીં ડોશી મુંગી રહેજે તેમ કહી તેણી સાથે દુષ્કર્મ આચરી રૂા.૧૦૦ની નોટ આપી ઘરે જતા રહેજો અને આ વાત કોઇને ન કરતા નહીતર જાનથી મારી નાખીશ તેમ કહી શખ્સ નાસી છુટયો હતો.
આટલેથી અટકતા નહિ આરોપીએ પીડિત વૃદ્ધા સાથે ખુબ ખરાબ અને બેહુદુ વર્તન કરવામાં આવ્યું હતું આરોપીનીં નિર્દય માનસિકતા અહી છતી થઇ હતી. યુવાને કિંમત રૂપિયા 9000ની લૂંટ કરી હતી, ત્યાર બાદ તેમની પર બળાત્કાર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનારાં વૃદ્ધાએ બોટાદ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બાઇકચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.