ભારત-પાકિસ્તાનના ભાગલા સમયની આ તસવીરો તમારા રૂંવાડા ઉભા કરી દેશે

Published on: 5:32 am, Sat, 5 January 19

ભારત-પાકિસ્તાનનાં ભાગલા વખતે તોફાનો ફાટી નિકળ્યા તે વખતની તસવીર. ત્રણ ભારતીય પોલીસમેન ઇજાગ્રસ્ત હાલતમાં રસ્તા પર પડ્યા હતા

ભારત-પાકિસ્તાનનાં ભાગલા સમયે પંજાબમાં કોમી તોફાનો ફાટી નિકળ્યા હતા. આથી, એ સમયે અમૃતસરમાંથી અફઘાન વેપારીઓ અમૃતસર છોડી જતા નજરે પડે છે. મૃસ્લિમો અને હિંદુઓ અને શીખો વચ્ચે કોમી તોફાનો ફાટી નિકળ્યા હતા.

પશ્ચિમ બંગાળમાં પણ ભાગલા પછી કોમી દાવાનળ ફાટ્યો હતો. રસ્તા પર લોકોની લાશો જોવા મળી. બજારમાં વચોવચ પડેલી લાશો તે વખતની કારમી સ્થિતિ દર્શાવે છે.

ભારત-પાકિસ્તાનનાં ભાગલા સમયે પંજાબનાં અમૃતસરમાં આવેલું ગોલ્ડન ટેમ્પલ. આ સમયે સૌથી વધારે અસરગ્રસ્ત પંજાહ હતુ.

ભાગલા સમયે બંને તરફ લોકોનાં દિલમાં આગ હતી. એક-બીજાનાં ઘરો સળગાવ્યા હતા. પંજાબ અને બંગાળ બંને રાજ્યોમાં કોમી ઝેરે વાતાવરણ વધુ ડહોળ્યુ હતુ. અમૃતસરની તસવીર

1966માં હિંદુઓ અને શીખો વચ્ચે તોફાનો ફાટી નિકળા ત્યારે લોકો પત્થરમારો કરી રહ્યા છે. શીખોનાં ભવિષ્ય વિશે ચિંતા હતી.

પંજાબમાં કોમી તોફાનો પર કાબુ મેળવવા માટે પોલીસ પરેડ વખતની તસવીર. કોમી તોફાનોએ સમગ્ર પંજાબને ઘમરોળી નાંખ્યુ હતુ.

Be the first to comment on "ભારત-પાકિસ્તાનના ભાગલા સમયની આ તસવીરો તમારા રૂંવાડા ઉભા કરી દેશે"

Leave a comment

Your email address will not be published.


*