આજ-કાલ ખુબ જ અજીબો-ગરીબ કિસ્સાઓ સાંભળવા મળે છે. તો, ક્યાંક ને ક્યાંક તો આપણી આસપાસ જ એવી અજીબો ગરીબ ઘટનાઓ સામે આવે છે કે, જેનાથી આપણા હોશ ઉડી જાય અને આપણે બોલી ઉઠીએ કે શું સાચે માં આવું હોતું હશે? પળભર માટે તો આપણે વિશ્વાસ કરતા પણ ખચકાઈએ છીએ, કહી દઈએ છીએ કે હું નહિ માનું, આવું બની જ ના શકે. પણ ખેર, કેહવાય છે ને કે ઘોર કળયુગ ચાલે છે.
આપણે ત્યાં એક કેહવત છે ને કે, “પ્રેમ આંધળો છે, પ્રેમ કંઈ જોતો નથી” અને પ્રેમ સામે કોઈ મૂલ્ય નથી. આજે અમે તમને એવી જ એક ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે સાંભળીને તમે ચોક્કસ કહેશો કે “હાય રે ઘોર કળયુગ”. હાલ જ્યારે દુનિયામાં એક તરફ રશિયા યુંક્રેનનું યુધ્ધ ચાલી રહ્યું છે, ત્યારે આ યુવકે એવું કર્યું કે પૂરી દુનિયાને ચોકાવી દીધી છે.
એક સમયે દુનિયાના સૌથી અમીર દેશોમાં જેની ગણના થતી હતી. એવા આફ્રિકાના કાંગો દેશમાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. જેણે દુનિયાને હલાવી ને મૂકી દીધી છે. એક યુવકે ત્રણ યુવતીઓ સાથે એક જ દિવસે, એક જ મંડપમાં, એક સાથે લગ્ન કર્યા. જી હા, એક જ દિવસ માં અને એના થી વધારે અચરજ તો એ વાત પમાડે છે કે, યુવક સાથે લગ્ન કરનાર ત્રણેય યુવતીઓ સગી બેહનો છે. જોયું? વાંચી ને જ વિચારો ના ગોટાળે ચડાવી દેતી આ ઘટના છે. જરા વિચારો તમારી આસપાસ આવી ઘટના બને તો તમારી શું હાલત થાય? પગ નીચે થી જમીન સરકી જાય ને?
અહી ત્રણેય સગ્ગી બેહનોને એક જ વ્યક્તિ સાથે પ્રેમ થઇ ગયો હતો. આફ્રિકાના કાંગો દેશના રેહવાસી આ 32 વર્ષ ના યુવક નું નામ લુવીઝો છે. વાયરલ થયેલી તેમની આ લવસ્ટોરી મુજબ આ વ્યક્તિ એક બીઝનેસમેન છે, તેઓની લવસ્ટોરી કઈક આવી છે, કે લુવીઝોની મુલાકાત નતાલી સાથે ફ્લાઈટ માં થઇ હતી. અને પછી લુવીઝો નતાલીના પ્રેમ માં પડે છે, અને પછી નિકટતા વધવાના કારણે લુવીઝો નતાલીની બેહનો નતાશા અને નાદેગે ને પણ મળે છે. અને નતાશા અને નાદેગે પણ લુવીઝો ના પ્રેમ માં પડે છે. અને આમ જ એક દિવસ ત્રણેય સગ્ગી બેહનો એ લુવીઝો સામે એકજ સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકી દીધો હતો.
લુવીઝો માટે પણ કોઈ જ વિકલ્પ નોહ્તો કારણ કે, તેની સામે શરત પણ એવી જ રાખવામાં આવી હતી કે, એણે એક જ સાથે ત્રણેય સાથે એકજ સમયે લગ્ન કરવા પડશે. આમ લુવીઝો માટે ખુબ મુશ્કેલીભર્યું હતું. પણ લુવીઝો ત્રણેય ને ખુબ પસંદ કરતો હતો. તેથી તેણે પણ આખરે નતાલી, નતાશા, અને નાદેગે ને લગ્ન માટે તમામ શરતો સ્વીકારી હા કહી દીધી.
બીજી તરફ બંને ના પરિવારો આ લગ્ન માટે રાજી નોહતા લુવીઝોના પિતાનું માનવું હતું કે લુવીઝો શું કરી રહ્યો છે, તેઓ ને કઈ જ સમજાતું નથી. બહુપત્નીત્વ પ્રત્યે મને ખુબ જ નારાજગી છે. જેને તેઓ શબ્દોમાં વ્યક્ત કરી શકે એમ નથી, તેની માતા પણ લુવીઝો થી નારાઝ છે.
પણ મે શરૂઆત માં કહ્યું ને કે “પ્રેમ આંધળો છે, પ્રેમ કંઈ જોતો નથી” અને પ્રેમનું કોઈ મુલ્ય જ નથી, બસ આજ તાકાત પ્રેમની છે. ઈતિહાસ માં પ્રેમ શું છે? પ્રેમ ની તાકાત શું છે? દુનિયા આજે જગપ્રસિદ્ધ રોમિયો-જુલિયેટ, હિર-રાંજા અને રાધા ક્રિષ્ના થી કોઈ અજાણ નથી. લુવીઝો એ પણ કહી દીધું કે તેઓ ત્રણેય સાથે લગ્ન કરીને ખુશ છે, અને અન્ય લોકો શું વિચારે તેનાથી લુવીઝો ને ફરક નથી પડતો. લુવીઝો એટલુજ માને છે કે, કે પ્રેમને કોઈ સીમા નથી હોતી.’ પ્રેમ અમર રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.