TATA Nano નું ઇલેક્ટ્રિક વર્ઝન જોઈને રતન ટાટા થઇ ગયા ખુશ- જાતે જ ચલાવીને નીકળી પડ્યા

ટાટા મોટર્સે(TATA Motors) લખટકિયા કારના નામથી પ્રખ્યાત નેનો(Nano)નું ઉત્પાદન બંધ કરી દીધું છે, પરંતુ આ કાર હજુ પણ ઑફરોડ(Offroad) નથી થઈ. રતન ટાટા(Ratan Tata)ની આ ડ્રીમ કારને હાલમાં જ તેમની કંપનીએ નવો લુક આપ્યો છે. જ્યારે રતન ટાટાને નેનો ઈવી ડિલિવરી કરવામાં આવી ત્યારે તેઓ ખુબ ખુશ થયા અને પોતાની જાતને કાર ચલાવવા માટે રોકી શક્યા નહીં.

ઈલેક્ટ્રા ઈવી, એક કંપની જે ઈલેક્ટ્રિક વાહનો માટે પાવરટ્રેન બનાવે છે, તેણે લખટકિયા કારને કસ્ટમાઈઝ કરી અને તેને ઇલેક્ટ્રિક કારનું સ્વરૂપ આપ્યું. કંપનીએ પોતે LinkedIn પર તેની માહિતી આપી હતી. કંપનીએ કહ્યું કે તેના સ્થાપક રતન ટાટાને માત્ર આ કાર જ પસંદ નથી, પરંતુ તેમણે નેનો ઈવીની સવારીનો આનંદ પણ લીધો હતો. કંપનીએ કહ્યું કે, રતન ટાટાને 72V નેનો ઈવી પહોંચાડવી અને તેમનો પ્રતિસાદ મેળવવો એ ખુબ જ ગર્વની લાગણી છે.

Electra EV એ રતન ટાટા સાથે Nano EV ની એક તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. શાંતનુ નાયડુ પણ તે તસવીરમાં રતન ટાટા, નેનો ઈવી સાથે દેખાય છે. જે રતન ટાટાના સહયોગી છે. કંપનીએ ઈમેજ સાથે લખ્યું, ‘આ ટીમ ઈલેક્ટ્રા ઈવી માટે સત્યની ક્ષણ છે જ્યારે અમારા સ્થાપકે કસ્ટમ-બિલ્ટ નેનો ઈવીની સવારી કરી. જે ઈલેક્ટ્રા ઈવીની પાવરટ્રેન પર બનેલી છે. અમને રતન ટાટાની નેનો ઈવી પહોંચાડવા અને તેમની પાસેથી પ્રતિસાદ મેળવવામાં ગર્વ છે.

નેનો EV એ 4 સીટર કાર છે અને તેની રેન્જ 160 કિમી છે. આ કાર 10 સેકન્ડથી ઓછા સમયમાં શૂન્યથી 60 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે. આમાં લિથિયમ આયન બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટાટા મોટર્સ આ કાર વિશે કહે છે કે, આધુનિક ગ્રાહકોને ઇકો-ફ્રેન્ડલી વ્યક્તિગત પરિવહન પ્રદાન કરવાના અમારા પ્રયાસમાં કંઈપણ સાથે બાંધછોડ કરવામાં આવી નથી.

આ કસ્ટમ બિલ્ટ નેનો ઈવીમાં 72V આર્કિટેક્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ જ પાવરટ્રેનનો ઉપયોગ Tigor EVમાં પણ કરવામાં આવ્યો છે. કંપનીએ તેની ડિઝાઇનમાં કેટલાક ફેરફારો કર્યા અને ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ARAI) દ્વારા 213 કિમીની પ્રમાણિત રેન્જ હાંસલ કરી. આમ કરવાથી, કંપનીએ પાવરટ્રેનમાં કોઈ ભૌતિક ફેરફારો કર્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *