મોત સામે જુજ્મી રહેલા બાળકને ડો. હિતેશ પટેલે આપ્યું નવજીવન- બાળકનો આખો કેસ જોઇને રુવાડા બેઠા થઇ જશે

આમ તો ડોક્ટર (Doctor)ને લોકો ભગવાન (God)નું રૂપ માનવામાં આવે છે. આ વાક્યને સાર્થક બનાવતી ઘટના અમદાવાદ (Ahmedabad)માંથી સામે આવી છે. અહીં, માત્ર સવા મહિનાના…

આમ તો ડોક્ટર (Doctor)ને લોકો ભગવાન (God)નું રૂપ માનવામાં આવે છે. આ વાક્યને સાર્થક બનાવતી ઘટના અમદાવાદ (Ahmedabad)માંથી સામે આવી છે. અહીં, માત્ર સવા મહિનાના બાળકનું હૃદય(Heart) ત્રણ-ત્રણ વાર બંધ થઈ ગયું હતું. હૃદયના ધબકારા 100ને બદલે 300થી વધુ હતા. ખેંચ, શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ સાથે બાળક કોમામાં સરી પડ્યું હતું. પરંતુ, ડોક્ટરોની વ્યવસ્થિત સાર-સંભાળને કારણે આ બાળકનો જીવ બચી ગયો હતો.

આ સવા મહિનાના બાળકનું નામ હિયાન શાહ છે. તેને સારવાર અર્થે મેમનગરની ડિવાઇન ચાઈલ્ડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ડો. હાર્દિક પટેલ અને તેમની ટીમે બાળકને તાત્કાલિક વેન્ટિલેટર પર રાખી સારવાર ચાલુ કરી હતી. સવા મહિનાના બાળકને છ-છ વખત હૃદય પર કરંટ આપીને ધબકારા નિયમિત કરવામાં આવ્યા હતા. 18 દિવસની સારવાર બાદ બાળકને હસતારમતા ઘરે મોકલવામાં આવ્યું હતું. હાલ સવા વર્ષનો હિયાન એકદમ સ્વસ્થ થઈ ચૂક્યો છે.

હિયાનને અચાનક દૂધ પીવામાં તકલીફ થઈ ને ભાન ગુમાવવા લાગ્યો:
હિયાન શાહ અમદાવાદમાં આવેલા સોલા વિસ્તારના રહેવાસી છે. તેમના સવા મહિનાના બાળકને એક રાત્રે અચાનક દૂધ પીવામાં તકલીફ પડવા લાગી, વધારે રડવા લાગ્યું, શ્વાસ લેવામાં ઘણી તકલીફ પડવા લાગી, બાળક ભાન ગુમાવવા લાગ્યું અને છેવટે કોમામાં સરી પડ્યું. આવી અતિગંભીર પરિસ્થિતિમાં બાળકને અમારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. આ બાળકના ધબકારા અતિશય વધારે હતા.

બાળકના મગજ પર ખૂબ જ ગંભીર અસર થઈ:
બાળકનું હૃદય એક મિનિટમાં 300 વાર કરતાં પણ વધારે અતિઝડપથી ધબકતું હતું. સામાન્ય રીતે આટલી ઉંમરે બાળકના ધબકારા 100 જેટલા હોવા જોઈએ. એને કારણે શરીરમાં લોહીનું પરિભ્રમણ પણ એકદમ ઓછું થઈ ગયું હતું, એને કારણે બાળકના મગજ પર ખૂબ જ ગંભીર અસર થઇ હતી. બાળકના બચવાની આશા ખુબ જ ઓછી હતી.

આવાં બાળકોના કેસ ભાગ્યે જ જોવા મળે છે અને એમાંથી મોટા ભાગનાં બાળકો સારવાર દરમિયાન જ મૃત્યુ પામે છે અને જો કોઈ બાળક કદાચ બચી જાય તો મોટા ભાગે શારીરિક અને માનસિક ખોડખાપણ રહી જતી હોય છે. પરંતુ આ બાળકને એકદમ સ્વસ્થ રીતે ઘરે મોકલવામાં આવ્યો હતો.

સતત દવાઓ અને ઇન્જેક્શન આપ્યાં:
ડિવાઇન હોસ્પિટલના ડોક્ટરોની ટીમ દ્વારા આ અતિગંભીર એવા બાળકની સારવાર ચાલુ કરવામાં આવી. બાળકને તરત જ વેન્ટિલેટર સપોર્ટ પૂરો પાડવામાં આવ્યો હતો. હૃદયનું પમ્પિંગ મજબૂત કરવા માટે 4 અલગ અલગ પ્રકારનાં ઇન્જેક્શન સતત ચાલુ કરવામાં આવ્યાં હતાં. બાળકને આવતી ખેંચો બંધ કરવા 3 અલગ અલગ પ્રકારની દવાઓ ચાલુ કરવામાં આવી તથા બાળકનાં લિવર અને કિડની જેવાં મહત્ત્વનાં અંગોને સપોર્ટ કરવા માટેની દવાઓ પણ ચાલુ કરવામાં આવી હતી.

હૃદયના ધબકારા નિયમિત કરવા સૌથી મોટો પડકાર
હૃદયના ધબકારા છ-છ વખત અનિયમિત થયા હતા, જેને પગલે બાળકને છ-છ વખત હૃદય પર કરંટ આપીને ધબકારા નિયમિત કરવામાં આવ્યા. હૃદયના ધબકારા નિયમિત રાખવા માટે 4 પ્રકારનાં ઇન્જેક્શન સતત ચાલુ કરવામાં આવ્યાં, જે આ કેસનો સૌથી મોટો ચેલેન્જિંગ પોઈન્ટ હતો. છેવટે 18 દિવસના અંતે બાળકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને એક વર્ષ સુધી સતત તેની દવાઓ ચાલુ રાખવામાં આવી હતી. હવે બાળક સંપૂર્ણપણે સ્વસ્થ છે.

ડોક્ટરોએ મારા દીકરાને નવજીવન આપ્યું: બાળકની માતા
બાળકની માતા ક્રિમા શાહે જણાવ્યું હતું કે, મારા બાળકને રાતના સમયે અચાનક જ તકલીફ થઈ હતી. દૂધ પીવાનું બંધ કરી દીધું હતું અને એકદમ જ હૃદયના ધબકારા વધી ગયા હતા, તેથી તેને મેમનગરમાં આવેલી ડિવાઇન ચાઇલ્ડ હોસ્પિટલમાં ડોક્ટર હાર્દિક પટેલના ત્યાં સારવાર માટે દાખલ કર્યો. ડોક્ટર હાર્દિક પટેલ અને તેમની ટીમે સતત 18 દિવસ સુધી તેમની સારવાર કરી અને મારા બાળકને નવજીવન આપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *