પાકિસ્તાન સામે એક વિકેટ લેતાની સાથે જ રવિન્દ્ર જાડેજા બનાવશે આ ખાસ રેકોર્ડ- દિગ્ગજ ખેલાડીઓને પણ છોડી દેશે પાછળ 

Asia Cup Ravindra Jadeja Record: ભારત અને પાકિસ્તાન વચ્ચે આજની મેચમાં ઘણા રેકોર્ડ પણ બની શકે છે. ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પાસે પણ એક મોટી સિદ્ધિ હાંસલ(Asia Cup Ravindra Jadeja Record) કરવાની તક છે. તે એક વિકેટ લેતાની સાથે જ મોટી સિદ્ધિ હાંસલ કરશે. આ મામલે તે ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડીને પાછળ છોડી દેશે.

એશિયા કપમાં ભારતના સૌથી વધુ વિકેટ લેનાર બોલર બનવાની તક
ખરેખર, આજની મેચમાં રવિન્દ્ર જાડેજા પાસે એશિયા કપમાં ભારતનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર બનવાની તક છે. તે આ સિદ્ધિથી માત્ર એક વિકેટ દૂર છે. એશિયા કપમાં રવિન્દ્ર જાડેજાના નામે 22 વિકેટ છે,(Asia Cup Ravindra Jadeja Record) આ મામલે તે હાલમાં ઈરફાન પઠાણ સાથે જોડાયેલો છે, આવી સ્થિતિમાં રવિન્દ્ર જાડેજા એક વિકેટ લેતાની સાથે જ આ મામલે ઈરફાન પઠાણને પાછળ છોડી દેશે. રવિન્દ્ર જાડેજાએ એશિયા કપમાં પણ 22 વિકેટ ઝડપી છે.

એશિયા કપમાં ભારતનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર

ઈરફાન પઠાણે 22 વિકેટ ઝડપી હતી

રવિન્દ્ર જાડેજાએ 22 વિકેટ ઝડપી હતી

સચિન તેંડુલકરે 17 વિકેટ લીધી હતી

એશિયા કપમાં 200 વિકેટથી ત્રણ વિકેટ દૂર
જ્યારે રવિન્દ્ર જાડેજા વનડેમાં 200 વિકેટથી માત્ર ત્રણ વિકેટ દૂર છે. હાલમાં જાડેજાના નામે વનડેમાં 197 વિકેટ છે. જો જાડેજા ત્રણ વિકેટ લેશે તો તે ભારત તરફથી વનડેમાં 200 વિકેટ લેનારો છઠ્ઠો બોલર બની જશે.(Asia Cup Ravindra Jadeja Record) ભારત તરફથી અત્યાર સુધી માત્ર કપિલ દેવ, ઝહીર ખાન, હરભજન સિંહ, જવાગલ શ્રીનાથ અને અજીત અગરકરે જ ODIમાં 200 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *