મધ્યમ વર્ગને વધુ એક મોટો આંચકો! RBIએ રેપો રેટ વધાર્યો- જાણો હવે લોનનો હપ્તો કેટલો વધી જશે?

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI) એ ફરી એકવાર રેપો રેટમાં 0.50 ટકાનો વધારો(Increase repo rate) કર્યો છે. આ પછી રેપો રેટ 5.40 ટકા પર પહોંચી ગયો…

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI) એ ફરી એકવાર રેપો રેટમાં 0.50 ટકાનો વધારો(Increase repo rate) કર્યો છે. આ પછી રેપો રેટ 5.40 ટકા પર પહોંચી ગયો છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે(Shaktikanta Das) શુક્રવારે સમાપ્ત થયેલી તેની દ્વિમાસિક બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં ભારતની વર્તમાન આર્થિક સ્થિતિ અંગેનો અહેવાલ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે સપ્લાય ચેનને અસર થઈ રહી છે અને આવશ્યક ચીજવસ્તુઓના આસમાની કિંમતોએ વ્યાજ દરોમાં વધારો કરવાની ફરજ પડી છે.

આ વધારા બાદ અસરકારક રેપો રેટ વધીને 5.40 ટકા થઈ ગયો છે. RBIએ આ વર્ષે સતત ત્રીજી વખત રેપો રેટમાં વધારો કર્યો છે. અગાઉ મે મહિનામાં રેપો રેટમાં અચાનક 0.50 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો જ્યારે જૂનની MPCની બેઠકમાં તેમાં 0.40 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. આ રીતે મે મહિનાથી રેપો રેટમાં કુલ 1.40 ટકાનો વધારો થયો છે, જે છેલ્લા અઢી વર્ષમાં સૌથી વધુ છે. આ વધારા સાથે, તમારી હોમ લોન, કાર લોન અથવા વ્યક્તિગત લોન સહિત તમામ પ્રકારની લોન મોંઘી થઈ જશે. બેંકો પણ ટૂંક સમયમાં તેમના વ્યાજદરમાં વધારો કરવાનું શરૂ કરશે.

7.2 ટકા વૃદ્ધિ દરનો અંદાજ:
RBIના ગવર્નર શક્તિકાંત દાસે ચાલુ નાણાકીય વર્ષ માટે વૃદ્ધિ દરનું અનુમાન 7.2 ટકા રાખ્યું છે. અગાઉ એવી અટકળો હતી કે મોંઘવારી અને વૈશ્વિક બજારના દબાણને કારણે વૃદ્ધિ દરના અંદાજમાં ફેરફાર થઈ શકે છે, પરંતુ ગવર્નર દાસે દેશની નાણાકીય નીતિઓ અને આર્થિક સુધારા પર વિશ્વાસ રાખીને વૃદ્ધિ દરના અંદાજને પહેલાની જેમ સ્થિર રાખ્યો હતો.

હજુ મોંઘવારીમાંથી રાહત મળવાની કોઈ આશા નથી:
ગવર્નર દાસે કહ્યું કે અત્યારે ગ્રાહક ફુગાવાના સૂચકાંકમાંથી કોઈ રાહત નથી અને તે 6 ટકાથી ઉપર રહેશે. તેમણે ચાલુ નાણાકીય વર્ષ માટે રિટેલ ફુગાવાનો અનુમાન પણ 6.7 ટકા રાખ્યો છે. જૂનમાં રિટેલ ફુગાવાનો દર 7 ટકાથી ઉપર હતો. આવી સ્થિતિમાં રેપો રેટમાં સતત વધારો થવા છતાં રિટેલ ફુગાવા પર તેની ખાસ અસર જોવા મળતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *