ગોઝારા માર્ગ અકસ્માતમાં પિતા-પુત્ર સહીત પાંચ લોકોના મોત, અન્ય ત્રણ ગંભીર ‘ઓમ શાંતિ’

રોહતાસ(Rohtas): બિહાર (Bihar)ના રોહતાસ જિલ્લામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના તિલોથુ(Tilothu) નજીક એક ભયાનક માર્ગ અકસ્માત (Accident)માં 5 લોકોના મોત નીપજયા હતા, જ્યારે 3 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. કહેવાય છે કે 2 કારમાં જોરદાર ટક્કર થઈ હતી. કારની સ્પીડને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. મૃતકોમાં પિતા અને પુત્રનો પણ સમાવેશ થાય છે. અકસ્માતમાં ઘાયલ ત્રણેય લોકોને નજીકની હોસ્પિટલ (Hospital)માં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે. દરેક વ્યક્તિ જીવન અને મૃત્યુ સામે લડી રહ્યો છે.

મળતી માહિતી મુજબ ઘાયલોને જમુહરની મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતમાં માર્યા ગયેલા લોકોની ઓળખ થઈ ગઈ છે. મૃતકોમાં 6 વર્ષની પમ્મી કુમારી અને 5 વર્ષીય આર્યન કુમારનો સમાવેશ થાય છે. પાંચ વર્ષના આર્યનના પિતા સુમિત પ્રજાપતિનું પણ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ સિવાય 10 વર્ષના રવિ કુમાર અને મનજીત પ્રજાપતિનું પણ આ માર્ગ અકસ્માતમાં મોત થયું હતું.

બે કારની ટક્કરમાં અલ્ટો કારમાં સવાર 5 લોકોના મોત થયા છે. આ લોકો તિલોથુના સેવાહીથી જાનમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમને અકસ્માત નડ્યો હતો. સવારે 3 મૃતકોના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. બાદમાં અન્ય બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા, જેમને પોસ્ટમોર્ટમ માટે સાસારામની સદર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

તમામ મૃતકો જાનમાં જઈ રહ્યા હતા:
જણાવવામાં આવી રહ્યું છે કે રોડ અકસ્માતમાં માર્યા ગયેલા તમામ લોકો જાનમાં જઈ રહ્યા હતા. તિલોથુ પોલીસ સ્ટેશન વિસ્તારના સેવાહી ગામમાંથી સુનીલ પ્રજાપતિના પુત્ર બિટ્ટુ પ્રજાપતિની જાન હતી. આ જાન રોહતાસ બ્લોકના જમુઆ નવાડીહ જઈ રહી હતી, પરંતુ તિલોથુના જૂના પેટ્રોલ પંપ પર પેટ્રોલ લઈને થોડે દૂર ગયા બાદ અલ્ટો કારે મોપેડ બાઇકને ટક્કર મારી હતી. જેના કારણે ડ્રાઈવરને ઈજા થઈ હતી. અલ્ટો કારનો ચાલક વાહન સાથે ઝડપથી ભાગવા લાગ્યો હતો. આ દરમિયાન કાર અસંતુલિત બનીને સામેથી આવી રહેલી સફારી કાર સાથે અથડાઈ હતી. જેના કારણે કારમાં સવાર તમામ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *