RCB vs KKR: RCB ટીમને IPL 2024ની 10મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા બેંગલોરની ટીમે 182 રન બનાવ્યા હતા જેના જવાબમાં કોલકાતાએ આસાનીથી (RCB vs KKR) લક્ષ્યનો પીછો કર્યો હતો. પરંતુ મેચ હાર્યા બાદ પણ બેંગલોરની ટીમે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો.
RCBની ટીમે આ અદ્ભુત કામ કર્યું
આરસીબી માટે બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. RCB માટે આ મેચમાં બેટ્સમેનોએ કુલ 11 સિક્સર ફટકારી હતી. ટીમ માટે વિરાટ કોહલીએ ચાર સિક્સર, કેમરોન ગ્રીને બે સિક્સર, દિનેશ કાર્તિકે 3 સિક્સર, ફાફ ડુ પ્લેસિસ અને ગ્લેન મેક્સવેલે એક-એક સિક્સર ફટકારી હતી. આ સાથે RCB ટીમે IPLના ઈતિહાસમાં 1500 સિક્સર પૂરી કરી લીધી છે.
RCB આવી સિદ્ધિ મેળવનારી માત્ર બીજી ટીમ બની છે
RCB ટીમ IPLમાં 1500 સિક્સર મારનારી માત્ર બીજી ટીમ બની છે. આરસીબી પહેલા માત્ર મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આઈપીએલમાં 1500 સિક્સર ફટકારવામાં સફળ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલમાં અત્યાર સુધીમાં 1575 સિક્સર ફટકારી છે. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે આઈપીએલમાં 1421 સિક્સ ફટકારી છે. ટીમ ત્રીજા નંબર પર છે.
IPLના ઈતિહાસમાં સૌથી વધુ સિક્સર મારનાર ટીમોની યાદી:
મુંબઈ ઈન્ડિયન્સ- 1575 છગ્ગા
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર- 1507 છગ્ગા
ચેન્નાઈ સુપર કિંગ્સ- 1421 છગ્ગા
પંજાબ કિંગ્સ- 1405 છગ્ગા
કોલકાતા નાઈટ રાઈડર્સ- 1378 છગ્ગા
RCB હારી ગયું
RCB સામેની મેચમાં કેકેઆરના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વિરાટ કોહલીએ RCB માટે પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખ્યું અને ટીમ માટે સૌથી મોટા મેચ વિનર તરીકે ઉભરી આવ્યા. તેણે 83 રન બનાવ્યા હતા. આ સિવાય કેમરૂન ગ્રીને 33 રન બનાવ્યા હતા. દિનેશ કાર્તિકે અંતમાં શાનદાર બેટિંગ કરી હતી. તેણે 8 બોલમાં 20 રન બનાવ્યા જેમાં ત્રણ સિક્સરનો સમાવેશ થાય છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App