સોશિયલ મીડિયા પર #Rajputs_Boycott_Bjp ટ્રેન્ડ થયો? જાણો સમગ્ર મામલો એક ક્લિક પર

Rajputs_Boycott_Bjp: રાજા રજવાડા વિરુદ્ધ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મામલો શાંત પાડવા માટે ગોંડલના શેમળા ગામે જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ક્ષત્રિય સમાજની ખાસ બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં પરષોત્તમ રૂપાલાએ હાથ જોડીને ક્ષત્રિય સમાજની માફી માંગી હતી. રૂપાલાની માફી છતાં વિરોધ ચાલુ છે,ત્યારે આ વચ્ચે હાલમાં ટ્વિટર તેમજ સોશિયલ મીડિયામાં #(Rajputs_Boycott_Bjp) ટ્રેન્ડ થઇ રહ્યું છે.તો બીજી તરફ ઉત્તરપ્રદેશમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે.

#Rajputs_Boycott_Bjp ટ્રેન્ડના આ રહ્યા કારણો
ભાજપે છેલ્લા 5 વર્ષમાં ક્ષત્રિય ઇતિહાસને અનેક વખત બદલવાનો પ્રયાસ કર્યો છે.તો બીજી તરફ હરિયાણામાં રાજપૂતો પર લાઠી ચલાવવામાં આવી અને ફરી ઇતિહાસ બદલ્યો છે.તેમજ ક્ષત્રિય વસ્તી ધરાવતી લોકસભા બેઠક પરથી ક્ષત્રિયોની ટિકિટ કાપવામાં આવી છે.આ સાથે જ લખવામાં આવ્યું કે, ભાજપ વાળા રાજપૂત ધ્યાન આપે, તમારા લોકોને કારણે જ આખો સમાજ આ બધુ સહન કરી રહ્યો છે. 2019માં જે લોકસભા બેઠક પર મુસ્લિમ મત 25%થી ઓછા હતા ત્યા ભાજપ 2-6 લાખ મતના અંતરથી જીતી ગયું જેમ કે ગૌતમબુદ્ધનગર, ગાઝિયાબાદ, બુલંદશહેર, અલીગઢ, મથુરા વગેરે…

યુપીના સાંસદનો પણ વિરોધ
ઉત્તર પ્રદેશની ગૌતમબુદ્ધનગર બેઠક પરના ભાજપના ઉમેદવાર મહેશ શર્મા સામે પણ લોકો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. એક પોસ્ટમાં લખવામાં આવ્યું રાજપૂતોને ગામમાંથી સાંસદ મહેશ શર્મા ધરપકડ કરાવી રહ્યાં છે. 12 વર્ષના બાળકની પણ ધરપકડ કરાવી.

કેમ થયો વિવાદ
થોડા દિવસ પહેલા રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ વાલ્મિકી સમાજનાં કાર્યક્રમમાં જાહેરમાં ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવારની લાગણી દુભાય તે પ્રકારનું નિવેદન કરતાં ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. જેથી પૂર્વ શિક્ષણમંત્રી અને ક્ષત્રિય સમાજનાં આગેવાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપરાંત હાલના રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ સહિતનાં રાજવીઓ ઉપરાંત કોંગ્રેસના મહેશ રાજપૂતે નારાજગી વ્યકત કરી હતી. જે બાદ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગતો વીડિયો જાહેર કર્યો હતો.