રાજપૂત સમાજના એક લગ્નમાં વરરાજાએ ચાંદલામાં 2.51 લાખ રૂપિયા લેવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. માત્ર 1 રૂપિયા જ શુકન તરીકે સ્વીકાર્યો.
હરેન્દ્ર સિંહના લગ્ન હતા. તેમની જાન સીકરના માંડોલી રહેવાસી સરજીત સિંહ શેખાવતના ઘરે ગઈ. તેમના લગ્ન અંજુ કુંવર સાથે થયા.
આ દરમિયાન ચાંદલાની વિધિ શરૂ થઈ તો વરરાજાના પિતાએ થાળમાં નોટોના બંડલ મૂકીને(2.51 લાખ રૂપિયા) વરરાજા તરફ આગળ કર્યા. આ જોઈને હરેન્દ્રએ હાથ જોડીને કહ્યું- હું આ પૈસા ના લાઈ શકું. અમારા માટે દુલ્હન જ દહેજ છે. આપવો જ છે તો એક રૂપિયો શુકન તરીકે આપી દો. કન્યા પક્ષના લોકોએ ઘણો સમજાવ્યો, પરંતુ તે તેની વાત પર સ્થિર રહ્યો.
છોકરાએ 2.51 લાખ રૂપિયાના બદલે માત્ર એક રૂપિયાનો સિક્કો જ ચાંદલાના શુકન તરીકે લીધો. વરરાજાની આ પહેલના લગ્નમાં દરેક વ્યક્તિએ વખાણ કર્યા.
તમે પુત્રી આપી દીધી, હવે બીજું અમારે શું જોઈએ: પિતા દયાલ સિંહ
વરરાજાના પિતા દયાલ સિંહે જણાવ્યું કે, દરેક છોકરીને તેના પિતા ભણાવી ગણાવીને મોટી કરે છે. લગ્નમાં દહેજની ચિંતા પણ સતાવે છે, પરંતુ એક પિતા તેની પુત્રીને આપી દે છે, તેનાથી બીજું વધારે શું જોઈએ? તે દહેજની સખત વિરોધમાં છે.
વરરાજાના પિતાની વાત સાંભળીને દુલ્હનના પિતા સુરજીત સિંહ શેખાવતની આંખમાં આંસૂ આવી ગયા. તેમણે કહ્યું, તે પુત્રીના લગ્નમાં ચાંલતા તરીકે 2.51 લાખ રૂપિયા આપવા માટે તૈયાર હતા, પરંતુ વેવાઈએ આ રકમ ના લઈને મોટાપણું બતાવ્યું છે. આ બધા સમાજ માટે સંદેશ છે. આવો જમાઈ અને સસરા મેળવીને છાતી ગર્વથી પહોંળી થઈ ગઈ.
સામાજિક દુષ્ટતાને દૂર કરવાનો લીધો સંકલ્પ
પિતા દયાલ સિંહનું માનવું છે કે, ડીજે પર પણ રોક લાગવી જોઈએ. આ યોગ્ય નથી અને આ પણ એક કુરીતિ છે. સમાજમાં વ્યાપ્ત આ કુરીતિ સામે વરરાજા હરેન્દ્ર સિંહે તેના પરિવારજનો સામે ડીજે પર પ્રતિબંધ લગાવવાની વાત રાખી. તેના પર બધા પરિવારજનોના સહયોગ અને કન્યા પક્ષના લોકોએ સંમતિ વ્યક્ત કરી. વર્તમાન સમયમાં ઘણી જગ્યાએ આવી અનોખી પહેલથી પ્રેરિત થઈને સામાજિક કુરીતિઓ સામે અવાજ ઉઠાવવાનો પરિવારે પ્રયાસ કર્યો છે.