Tattoo Affects Luck: આજકાલ આપણે ઘણા લોકોના શરીર પર ટેટૂ જોઈએ છીએ. ફેશન અને સ્ટાઇલ માટે, લોકો તેમના શરીર પર ઘણા પ્રકારના ટેટૂ કરાવે છે. કેટલાક લોકો તેમના શરીર પર ટેટૂના રૂપમાં ધર્મ સાથે સંબંધિત ચિન્હો બનાવવાનું પસંદ કરે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, વ્યક્તિ જે પ્રકારનું ટેટૂ બનાવે છે તેની તેની માનસિક સ્થિતિ પર અસર પડે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધર્મ સંબંધિત ટેટૂ(Tattoo Affects Luck) વ્યક્તિના વ્યવહાર અને મનને પ્રભાવિત કરી શકે છે. તેવી જ રીતે, જો આપણે શરીર પર કોઈ પણ ટેટૂ કરાવીએ છીએ, તો તે પણ જ્યોતિષ શાસ્ત્રના દાયરામાં આવે છે અને તે આપણા મન અને ભાગ્ય પર ચોક્કસ અસર કરે છે.
ધાર્મિક ટેટુમાં યોગ્ય આકારનું ધ્યાન રાખવું
જ્યોતિષશાસ્ત્ર માને છે કે કોઈપણ ધાર્મિક ટેટૂની સારી અને ખરાબ અસરો તેની ડિઝાઇન પર નિર્ભર કરે છે. જો કોઈ વ્યક્તિ ધાર્મિક ટેટૂ કરાવતું હોય તો તેણે ધ્યાનમાં રાખવું જોઈએ કે તેનો આકાર યોગ્ય છે. સ્ટાઈલ અને ફેશન માટે ધર્મ સાથે જોડાયેલી વસ્તુઓ સાથે રમત ન કરવી જોઈએ. આવું કરવાથી વ્યક્તિને નુકસાન થઈ શકે છે.
ટેટૂના રૂપમાં કોઈ મંત્ર યોગ્ય રીતે લખાવવા જોઈએ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ખોટા આકારના ટેટૂ કોઈપણ વ્યક્તિના જીવન પર નકારાત્મક અસર કરી શકે છે. તેની ખોટી રચના વ્યક્તિને ફાયદાના બદલે નુકસાન પહોંચાડે છે અને માનસિક તણાવ પણ વધારી શકે છે. ઓમ, સ્વસ્તિક, કોઈપણ મંત્ર જેવા ધાર્મિક ચિહ્નોના ટેટૂ કરાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તેમનો આકાર ચોક્કસ હોય. જો તમને ટેટૂના રૂપમાં કોઈ મંત્ર લખવામાં આવતો હોય તો તે પણ યોગ્ય રીતે લખવો જોઈએ.
પગ પર ભગવાનના ધાર્મિક પ્રતીકો, મંત્રો કે ટેટૂ ન બનાવવું જોઈએ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો તમે તમારા શરીર પર કોઈ ધાર્મિક ટેટૂ કરાવો છો, તો તેને એવી જગ્યાએ જ કરાવો જ્યાં તેની પવિત્રતાનું ઉલ્લંઘન ન થાય. હથેળી અને પગ પર ભગવાનના ધાર્મિક પ્રતીકો, મંત્રો કે ટેટૂ ન બનાવવું જોઈએ. આવી જગ્યાઓ પર જો લોકો ધર્મ સંબંધિત ટેટૂ કરાવે છે તો તેનું અપમાન થાય છે.શરીરના કોઈપણ ભાગ પર ક્યારેય પણ દેવી-દેવતાઓના નામના ચિત્રો અથવા તેમના ફોટાને ટેટૂ તરીકે ન બનાવવો જોઈએ. આ કારણે તમે ક્યાંક પાપનો ભાગ બની શકો છો. જ્યારે વ્યક્તિ સ્નાન કરે છે, ત્યારે પાણી ટેટૂની ઉપરથી પસાર થઈને પગ સુધી પહોંચે છે. તેનાથી તે નામનું અપમાન થશે અને વ્યક્તિ દોષિત લાગશે.
ભગવાનના ફોટા વળી મહેંદી પણ ના મુકવી
આ સિવાય આખો દિવસ આપણે એવી અવસ્થાઓમાંથી પસાર થઈએ છીએ જેને અપવિત્ર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ સમય દરમિયાન દેવી-દેવતાઓના નામની તસવીરો કે ફોટા પણ અપવિત્ર થઈ જાય છે. તેનાથી ભગવાનનું અપમાન થશે, જેના કારણે તમારે તેમના આશીર્વાદને બદલે ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે. હાથ પર ટેટૂ સિવાય દેવી-દેવતાઓના નામ અને ચિત્રોની મહેંદી પણ ન લગાવવી જોઈએ. આનાથી તમે જાણતા-અજાણતા ભગવાનનું અપમાન કરી રહ્યા છો, જેના કારણે વ્યક્તિને તેમના ક્રોધનો સામનો કરવો પડી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શરીરના એવા ભાગો પર ધાર્મિક ચિહ્નો બનાવી શકાય છે જે અશુદ્ધ નથી. ઉદાહરણ તરીકે, હાથ અથવા પીઠ પર ટેટૂ કરાવવું ઠીક છે, પરંતુ તે યોગ્ય કદનું અને યોગ્ય જગ્યાએ હોવું જોઈએ. આવી જગ્યાએ ધાર્મિક ટેટૂ કરાવવાથી તમને ચોક્કસ ફાયદો થશે અને માનસિક સકારાત્મકતા પણ વધશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App