ભૂતકાળમાં કેન્દ્ર સરકારે લાવેલા કૃષિ કાયદા સામે દેશના વિવિધ ભાગોમાં ખેડૂતોનો વિરોધ પ્રદર્શન ચાલુ છે. પંજાબ-હરિયાણામાં, મોટી સંખ્યામાં ખેડુતો રસ્તાઓ પર આંદોલન કરી રહ્યાં છે, અને તેઓ ઘણા દિવસોથી પ્રદર્શન કરી રહ્યા છે, આ દરમિયાન તેઓ ભૂખ્યા-તરસ્યા જ રસ્તાઓ પર બેઠા છે, પરંતુ આ વચ્ચે એક વીડિયો ખેડુતોનો વાયરલ થયો છે. પરંતુ આ વિડીયો એવા લોકોના મોં પર તમાચો માર્યા બરાબર છે કે, જે લોકો હિન્દુ મુસ્લિમોની એકતા તોડવા માંગે છે.
હકીકતમાં, ખેડુતો કૃષિ કાયદાનો વિરોધ કરતા હતાં ત્યારે તેઓં ભૂખ્યા ન રહે, એ માટે પંજાબના મુસ્લિમ ભાઇઓં આગળ આવ્યા. તેમણે ભૂખ્યા-તરસ્યા ખેડુતોને જમાડ્યા. આવો સુંદર ભાઈચારાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
વીડિયો પંજાબનો હોય તેવું લાગી રહ્યું છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, મોટી સંખ્યામાં ખેડૂતો વિરોધ કરવા માટે બેઠા છે. આ સમય દરમિયાન, શીખ અને મુસ્લિમ ભાઈઓ મળીને ભોજન વહેંચી રહ્યા છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
આપને જણાવી દઈએ કે, જ્યારે દિલ્હીના મુસ્લિમો શાહીન બાગમાં NRC અને કાયદા સામે વિરોધ કરી રહ્યા હતા ત્યારે શીખ સમુદાયના લોકોએ ત્યાં લંગર લગાવ્યુ હતા અને તમામ મુસ્લિમ લોકોને ખવડાવ્યું હતું.
Large number of Muslims distributed Langar at the farmers’s protest in Punjab. pic.twitter.com/0X5DlbDRYG
— Aarif Shah (@aarifshaah) October 5, 2020
આપને જણાવી દઈએ કે, દેશના વિવિધ ભાગોમાં ખેડૂત કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. સાથે જ સરકારનું કહેવું છે કે, “વિપક્ષ ખેડૂતોને ઉશ્કેરે છે. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા નવા કૃષિ કાયદાની વિરુદ્ધ પંજાબમાં ટ્રેક્ટર રેલીનું નેતૃત્વ કર્યું હતું.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle