સેમસંગ અને OnePlusને પણ ટક્કર આપવા ધાંસૂ ફીચર્સ સાથે માર્કેટમાં આવી ગયો છે Realme 14x 5G ફોન

Realme 14x 5G: જો તમે નવા વર્ષમાં નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો Realme તમારા માટે એક નવો ફોન લાવી રહ્યું છે. ચીનની સ્માર્ટફોન કંપની Realme આવતા અઠવાડિયે ભારતમાં Realme 14x 5G સ્માર્ટફોન લોન્ચ કરશે. કંપનીએ કહ્યું કે 18 ડિસેમ્બરે લોન્ચ (Realme 14x 5G) થનાર આ સ્માર્ટફોન 3 કલર ઓપ્શનમાં આવશે. કંપનીએ X પર તેની ડિઝાઇનની ઝલક પણ બતાવી છે. તેની ફ્લેટ ફ્રેમ હશે અને તે Realme 12x નો સક્સેસર હશે. નવા સ્માર્ટફોનમાં Realme 12xની તુલનામાં ઘણી નવી સુવિધાઓ હોવાની અપેક્ષા છે.

Realme 14x 5G માં ઘણી સુવિધાઓ હોઈ શકે છે
અત્યાર સુધી સામે આવેલા લીક્સ અને અલગ-અલગ રિપોર્ટ્સ અનુસાર, આ Realme સ્માર્ટફોનમાં 3 અલગ-અલગ રેમ અને સ્ટોરેજ વેરિઅન્ટ હશે. આમાં 8GB રેમ અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટને ટોપ પર રાખવામાં આવશે. ટીઝરમાં એ પણ ખુલાસો થયો છે કે આવનારા ફોનમાં ડાયમંડ કટ ડિઝાઇન સાથે ગ્રેડિએન્ટ બેક પેનલ હશે અને કેમેરા હાઉસિંગ માટે એક રેક્ટેંગુલર આઇલેન્ડ બનાવવામાં આવ્યો છે. કેમેરા સેટઅપમાં 2 સેન્સર અને LED ફ્લેશ હશે.

ફોનની ખાસિયત
ડિસ્પ્લે વિશે વાત કરીએ તો, તેમાં 6.67 ઇંચની HD+ IPS LCD ડિસ્પ્લે હશે. પાવર માટે તેમાં પાવરફુલ 6,000 mAh બેટરી હશે. આ ફોનને ધૂળ અને પાણીથી રક્ષણ માટે IP69 રેટિંગ મળ્યું છે. ફિંગરપ્રિન્ટ સ્કેનર તેના પાવર બટન પર જ મૂકવામાં આવશે અને વોલ્યુમ બટન જમણી બાજુ હશે.Realme 14x 5G સ્માર્ટફોન વિશે માહિતી આપતા, કંપનીએ કહ્યું કે તેમાં 6000mAh બેટરી છે.

આ સાથે આ ફોનમાં 45W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવ્યું છે. કંપનીએ તેની માઈક્રોસાઈટમાં આ અંગે માહિતી આપી છે. Realme દાવો કરે છે કે આ ફોનને શૂન્યથી 50 ટકા ચાર્જ થવામાં 38 મિનિટનો સમય લાગશે. આ સાથે ફોનને 100 ટકા ચાર્જ થવામાં 93 મિનિટનો સમય લાગશે.

શું હશે કિંમત ?
કંપનીએ કહ્યું કે રસ ધરાવતા ગ્રાહકો આ ફોનને Realme અને Flipkartની વેબસાઇટ પરથી ખરીદી શકશે. તે બંને વેબસાઇટ્સની માઇક્રોસાઇટ્સ પર લિસ્ટિંગ થયું છે. તેની કિંમત હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેની કિંમત 11,999 રૂપિયાથી શરૂ થઈ શકે છે. કંપનીએ દાવો કર્યો છે કે 15,000 રૂપિયાથી ઓછી કિંમતમાં IP69 રેટિંગ સાથે આવનાર દેશનો આ પહેલો ફોન હશે.