બજારમાં આવી રહ્યુ છે 1999 રૂપિયાનું ઈલેક્ટ્રિક ટૂથબ્રશ, ખાસિયતો જાણી ચોંકી ઉઠશો

Realme 7 સિરીઝની સાથે કંપનીએ ભારતમાં પોતાનું નવુ 1 સોનિક ઇલેક્ટ્રિક ટૂથબ્રશ લોન્ચ કર્યું છે. ઇલેક્ટ્રિક ટૂથબ્રશની કિંમત 1,999 રૂપિયા છે. ગ્રાહકો ટૂથબ્રશને Realmeની વેબસાઇટ અને ફ્લિપકાર્ટ માંથી ખરીદી શકાશે. ટૂથબ્રશનું વેચાણ 10 સપ્ટેમ્બર, ગુરુવારના રોજ શરૂ થશે.

મોઢાના ગમે તે ભાગમાં કરી શકાશે સફાઈ
realme એમ 1 સોનિક ઇલેક્ટ્રિક ટૂથબ્રશમાં સોનિક મોટર છે, જે સોનિક મોટર એક મિનિટમાં 34,000 વાર વાઇબ્રેટ થાય છે. realme કંપનીનો દાવો છે કે, આ ઇલેક્ટ્રિક ટૂથબ્રશ મોઢાના ગમે તે ભાગને સંપૂર્ણપણે સાફ કરી શકે છે.આ ઇલેક્ટ્રિક ટૂથબ્રશના ચાર સફાઇ મોડ્સ આવેલા છે.

આ ઇલેક્ટ્રિક ટૂથબ્રશમાં 3.5 mm પાતળું મેટલ ફ્રી બ્રશ હેડ છે, જે મોઢામાં આવતા ઝાટકા ઘટાડવામાં મદદ કરે છે. રીઅલમી એમ 1 સોનિકમાં ડ્યુપોન્ટ બ્રિસ્ટલ્સ ઉમેર્યા છે, જે 99.99 ટકા એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી ધરાવતી હોવાનો કંપની દાવો કરે છે.

એક વાર ચાર્જ કરેલું ટૂથબ્રશ 90 દિવસ ચાલશે
આ સાથે જ, બ્લૂ ઈંડિકેટર પણ બ્રશમાં આપવામાં આવેલું છે. જ્યારે ટુથબ્રશ હેડ બદલવામાં આવે ત્યારે તે વપરાશકર્તાને ચેતવણી આપે છે. Realme કંપનીના જવ્યા મુજબ આ ટૂથબ્રશને એક વાર ચાર્જ કરવાથી 90 દિવસની બેટરી મળશે.

Realme કંપનીએ એવું પણ કહ્યું છે કે, માત્ર 5 મિનિટના ચાર્જિંગ પછી, તેનો વપરાશ 2 દિવસ માટે કરી શકાય છે. ટૂથબ્રશમાં ક્વિક ચાર્જ સપોર્ટ સાથે 800 એમએએચની બેટરી આવેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *