હાલ લોકડાઉનમાં લોકો ઘરમાં જ કેદ થઇ ગયા છે જેના કારણે રોજને રોજ એકનું એક જમવાથી લોકો કંટાળી ગયા છે. અને લોકોને કઈ સ્વાદિષ્ટ ખાવાનું મન થાય છે. પણ દરેક જગ્યાએ દુકાનો બંધ હોવાથી કઈ મળી શકતું નથી. એટલે આવા સમયમાં ઘરે બેઠા કઈ સ્વાદિષ્ટ જમવાનું મળે એ માટે આજે તમને ઘરે બંને તેવી એક સ્વાદિષ્ટ વાનગી વિષે જાણવા જઈ રહ્યા છીએ.
શ્રીખંડ એક ફેમસ ગુજરાતી સ્વીટ છે. ઘણા લોકો શ્રીખંડના દીવાના હોય છે. મોટાભાગના ઘરોમાં મહેમાન આવે ત્યારે પણ મીઠાઈ તરીકે તે પીરસવામાં આવે છે. શ્રીખંડ સામાન્ય રીતે ડેરી પાર્લરમાંથી તૈયાર લાવવામાં આવે છે. જો કે, તેને ઘરે બનાવવો કોઈ ખાસ અઘરો નથી. બસ થોડી મહેનત કરવાની જરૂર છે. એટલે તમે પણ ઘરે બેઠા સ્વાદિષ્ટ શ્રીખંડની મજા માણી શકો.
સ્વાદિષ્ટ શ્રીખંડ બનાવવા શું-શું જોઈએ?
400 ગ્રામ દહીં
1/2 ચમચી ઈલાયચી પાઉડર
50 ml દૂધ
250 ગ્રામ ખાંડ
ચપટી કેસર
7 બદામની કતરણ
7 પિસ્તાની કતરણ
કેવી રીતે બનાવશો સ્વાદિષ્ટ શ્રીખંડ?
સ્વાદિષ્ટ શ્રીખંડ બનાવવા માટે સૌથી પહેલા આપણે તેનો મસ્કો તૈયાર કરવો પડશે. આ માટે મલમલનું કપડું લો, તેમાં દહીં મૂકીને તેને બાંધી દો. અને જ્યાં સુધી બધું પાણી છુટ્ટું ન પડે ત્યાં સુધી દહીંને આ જ રીતે રાખવું. મસ્કો તૈયાર થાય ત્યાં સુધીમાં ઈલાયચીને ક્રશ કરી લો. મસ્કો તૈયાર થઈ જાય એટલે તેને એક બાઉલમાં લઈ લો. તેમાં ખાંડ ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લો. મિશ્રણ સ્મૂધ ન થાય ત્યાં સુધી હળવા હાથે મિક્સ કરવું.
હવે, આ સમયે મિશ્રણમાં ઈલાયચી પાઉડર મિક્સ કરી લો. તેમાં હુંફાળું દૂધ ઉમેરીને ફરીથી મિક્સ કરી લો. જેથી તેનું ક્રીમિ ટેક્ચર થઈ જાય. તો તૈયાર છે ઈલાયચી ફ્લેવરનો શ્રીખંડ શ્રીખંડને બાઉલમાં લઈને ઉપરથી બદામ અને પિસ્તાની કતરણ ઉમેરો. તેને 2-3 કલાક માટે ફ્રિજમાં મૂકી દો. જેથી તે ઠંડો થઈ જાય. સ્વાદિષ્ટ શ્રીખંડ ઠંડો થાય એટલે તેને સર્વ કરો. અને આ રીતે તમે પણ બહાર કરતા સારો અને સ્વાદિષ્ટ શ્રીખંડ ઘરે બનાવી શકો છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news