Navratri 2024 Mantra: શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જેમાં નવરાત્રીમાં માં દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. પ્રથમ દિવસે માં શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. પૂજા દરમિયાન નવદુર્ગાના મંત્રોનો જાપ કરવામાં આવે છે અને માં દુર્ગાની આરતી (Navratri 2024 Mantra) કરવામાં આવે છે. આજે અમે તમને નવદુર્ગા મંત્ર અને માં દુર્ગાની આરતી વિશે જણાવીશું, જે તમારા માટે કલ્યાણકારી અને શુભ સાબિત થશે. તેનો પાઠ કરવાથી તમારા પરિવાર પર માં દુર્ગાની કૃપા રહેશે અને સુખ-શાંતિનો વાસ થશે. તમને અને તમારા પરિવારને શારદીય નવરાત્રીની શુભકામનાઓ.
1. માં શૈલપુત્રીનો બીજ મંત્ર: હ્રીં શિવાયૈ નમ:
સ્તુતિ મંત્ર: યા દેવી સર્વભૂતેષુ માં શૈલપુત્રી રૂપેણ સંસ્થિતા। નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ॥
2. માં બ્રહ્મચારિણીનો બીજ મંત્ર: હ્રીં શ્રી અંબિકાયૈ નમ:
સ્તુતિ મંત્ર: યા દેવી સર્વભૂતેષુ માં બ્રહ્મચારિણી રૂપેણ સંસ્થિતા। નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ॥
3. માં ચંદ્રઘંટાનો બીજ મંત્ર: ઐં શ્રીં શક્તયૈ નમ:
સ્તુતિ મંત્ર: યા દેવી સર્વભૂતેષુ માં ચંદ્રઘંટા રૂપેણ સંસ્થિતા। નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ॥
4. માં કુષ્માંડાનો બીજ મંત્ર: ઐં હ્રી દેવ્યૈ નમ:
સ્તુતિ મંત્ર: યા દેવી સર્વભૂતેષુ માં કુષ્માંડા રૂપેણ સંસ્થિતા। નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ॥
5. માં સ્કંદમાતાનો બીજ મંત્ર: હ્રીં ક્લીં સ્વમિન્યૈ નમ:
સ્તુતિ મંત્ર: યા દેવી સર્વભૂતેષુ માં સ્કંદમાતા રૂપેણ સંસ્થિતા। નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ॥
6. માં કાત્યાયની બીજ મંત્ર: ક્લીં શ્રી ત્રિનેત્રાયૈ નમ:
સ્તુતિ મંત્ર: યા દેવી સર્વભૂતેષુ માં કાત્યાયની રૂપેણ સંસ્થિતા। નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ॥
7. માં કાલરાત્રિ બીજ મંત્ર: ક્લીં ઐં શ્રી કાલિકાયૈ નમ:
સ્તુતિ મંત્ર: યા દેવી સર્વભૂતેષુ માં કાલરાત્રિ રૂપેણ સંસ્થિતા। નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ॥
8. માં મહાગૌરી બીજ મંત્ર: શ્રી ક્લીં હ્રીં વરદાયૈ નમ:
સ્તુતિ મંત્ર: યા દેવી સર્વભૂતેષુ માં મહાગૌરી રૂપેણ સંસ્થિતા। નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ॥
9. માં સિદ્ધિદાત્રી બીજ મંત્ર: હ્રીં ક્લીં ઐં સિદ્ધયે નમ:
સ્તુતિ મંત્ર: યા દેવી સર્વભૂતેષુ માં સિદ્ધિદાત્રી રૂપેણ સંસ્થિતા। નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ॥
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App