મોંઘવારીએ તોડ્યો 40 વર્ષ જુનો રેકોર્ડ, વધતા જતા ભાવવધારાથી જનતાના હાલ બેહાલ!

અમેરિકા (America) માં મોંઘવારી રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. ફુગાવો (Inflation) મે મહિનામાં 8.6 ટકાની ચાર દાયકાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. તેનું કારણ ગેસ, કેટરિંગ…

અમેરિકા (America) માં મોંઘવારી રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. ફુગાવો (Inflation) મે મહિનામાં 8.6 ટકાની ચાર દાયકાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. તેનું કારણ ગેસ, કેટરિંગ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારો છે. યુએસ લેબર ડિપાર્ટમેન્ટે શુક્રવારે મે 2022 માટેનો ડેટા બહાર પાડ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે એક વર્ષ અગાઉની સરખામણીએ ગયા મહિને ગ્રાહક ભાવમાં 8.6 ટકાનો વધારો થયો છે. એક મહિના પહેલા, એપ્રિલમાં ગ્રાહક ભાવ એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની તુલનામાં 8.3 ટકા વધ્યા હતા.

મહિના-દર-મહિનાના આધારે, એપ્રિલની સરખામણીમાં મે મહિનામાં ઉપભોક્તા વસ્તુઓના ભાવમાં એક ટકાનો વધારો થયો છે. આ વધારો માર્ચની સરખામણીમાં એપ્રિલમાં 0.3 ટકાના વધારા કરતાં ઘણો વધારે છે. અમેરિકા છેલ્લા કેટલાક મહિનાઓથી ઊંચા ફુગાવા સામે ઝઝૂમી રહ્યું છે. ખાદ્યપદાર્થો અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની વધતી કિંમતોએ અમેરિકન પરિવાર માટે જીવવું ખૂબ મુશ્કેલ બનાવી દીધું છે. અશ્વેત સમુદાય અને ઓછી આવક ધરાવતા વર્ગના લોકોને આના કારણે સૌથી વધુ તકલીફ પડી રહી છે.

માર્ચ 2022 માં, ગ્રાહક ભાવ આધારિત ફુગાવો 1982 પછી પ્રથમ વખત 8.5 ટકા પર પહોંચ્યો હતો. આ વધેલી ફુગાવાએ યુએસ સેન્ટ્રલ બેંક, ફેડરલ રિઝર્વને પણ વ્યાજ દરમાં વધારો કરવાની ફરજ પાડી છે. જો કે, કેટલાક વિશ્લેષકોએ એવી સંભાવના વ્યક્ત કરી છે કે આગામી કેટલાક મહિનામાં અમેરિકામાં ફુગાવો અંકુશમાં આવશે. પરંતુ તેમ છતાં, ફુગાવો વર્ષના અંતે 7 ટકાથી નીચે જવાની શક્યતા નથી.

અમેરિકામાં ફુગાવાના આંકડા બાદ અમેરિકી શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. યુએસ શેરોએ જાન્યુઆરી પછીનો તેમનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો નોંધાવ્યો છે. વધતી જતી ફુગાવાએ એવી ધારણાને મજબૂત બનાવી છે કે ફેડ વધુ આક્રમક રીતે દર વધારશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *