MahaKumbh Amrit Snan: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી છે. આવતીકાલે 29 જાન્યુઆરીના રોજ અમાસના (MahaKumbh Amrit Snan) દિવસે ત્રીજા શાહી સ્નાનમાં આશરે 10 કરોડ તીર્થયાત્રીઓ જોડાય તેવો અંદાજ છે. મૌની અમાસના શાહી સ્નાનમાં ભાગ લેવા માટે આવનારા શ્રદ્ધાળુઓ માટે પ્રયાગરાજના રેલવે સ્ટેશનો પર દર ચાર મહિને સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે.
એક જ દિવસમાં 150 સ્પેશિયલ ટ્રેન
મૌની અમાસ આવતીકાલે બુધવારે છે. તે દરમિયાન શ્રદ્ધાળુઓની સંખ્યા વધવાના અંદાજ સાથે ભારતીય રેલવેએ પ્રયાગરાજ સ્ટેશન પર દર ચાર મિનિટે એક સ્પેશિયલ ટ્રેન દોડાવવાની તૈયારી કરી છે. આ એક જ દિવસમાં 150 જેટલી સ્પેશિયલ ટ્રેન મુકાશે. અગાઉ વર્ષ 2019માં અર્ધકુંભ દરમિયાન મૌની અમાસ પર 85 ટ્રેન દોડાવવામાં આવી હતી.
15 કરોડ લોકોએ મહાકુંભમાં ભાગ લીધો
13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં અત્યારસુધી 15 કરોડ લોકોએ આસ્થાની ડૂબકી લગાવી છે. પ્રથમ દિવસે જ 1.65 કરોડ શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા. 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મહાકુંભમાં 45 કરોડથી વધુ શ્રદ્ધાળુ આવવાનો અંદાજ છે. આવતીકાલે પણ 10 કરોડ લોકો શાહી સ્નાનમાં જોડાય તેવી સંભાવના છે.
આવતી કાલના મુખ્ય સ્નાનમાં 10 કરોડ ભક્તો આવવાની અપેક્ષા
મહાકુંભના સૌથી મોટા અમૃત સ્નાન ઉત્સવ, મૌની અમાવસ્યા પર અમૃત પાનની ઇચ્છા સાથે સંગમની પવિત્ર ભૂમિ પર આવતા લાખો ભક્તોને કોઈપણ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે તે માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. લગભગ 12 કિમીના વિસ્તારમાં વિકસિત તમામ 44 ઘાટ પર સ્નાન સુવિધા પૂરી પાડવાની તૈયારી ચાલી રહી છે.ઘાટ પર એસડીએમ, સીઓ, તહસીલદાર અને નાયબ તહસીલદારોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.
સંગમ કિનારાના ઘાટો તેમજ ઐરાવત ઘાટ અને અરૈલ ઘાટ પર ADM અને SDM રેન્કના IAS અધિકારીઓ અને PCS અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રયાગરાજની આસપાસ આવેલા 10 જિલ્લાઓના ડીએમ અને એસપીને પણ તૈનાત કરવામાં આવ્યા છે. મહાકુંભના આ મુખ્ય અમૃત સ્નાન મહોત્સવમાં લગભગ 10 કરોડ ભક્તો આવવાની અપેક્ષા છે. તે મુજબ વ્યવસ્થા કરવામાં આવી છે. બે દિવસ પહેલાથી જ મોટી સંખ્યામાં લોકો ભેગા થવા લાગ્યા છે. મહા કુંભ મેળા વિસ્તારમાં બધા સંતો, કલ્પવાસીઓ અને સંસ્થાઓના શિબિરો ભરેલા છે. રાત્રિ આશ્રયસ્થાનોમાં પણ જગ્યા નથી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App