Nursing staff Job Recruitment: જૂનાગઢ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ આયુષ હોસ્પીટલ એકમમાં ભરતી હેતુ ખાલી પડેલ નર્સીંગ સ્ટાફ ની જગ્યાઓ માટે 18થી 40 વર્ષની વયમર્યાદા (Nursing staff Job Recruitment) તેમજ ખાલી જગ્યાને અનુરૂપ ANM / GNM કે B.Sc.ની શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગારવાંચ્છુઓ માટે ભરતીમેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ‘બી’ વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, જૂનાગઢ ખાતે તારીખ 19/10/2024ના રોજ સવારે 10.30 કલાકે કરવામાં આવેલ છે.
અહીંયા અરજી કરવાની રહેશે
ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગારવાંચ્છુઓએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતી મેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે. ભરતીમેળામાં રોજગારવાંચ્છુઓ અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ના માધ્યમથી પણ ભાગ લઇ શકે છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢના ટેલીફોન નંબર 0285-2620139 પણ સંપર્ક કરી શકો છો.
સ્ટાફ નર્સ ભરતી માટે શૈક્ષણિક લાયકાત
ભારતીય નર્સિંગ કાઉન્સિલ/ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થાઓમાંથી મેળવેલ મૂળભૂત B.Sc (નર્સિંગ) (નિયમિત) ડિગ્રી ધરાવવી અથવા
ઈન્ડિયન નર્સિંગ કાઉન્સિલ/ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થાઓમાંથી જનરલ નર્સિંગ એન્ડ મિડવાઈફરી (GNM)માં ડિપ્લોમા ધરાવતા.
સહાયક નર્સ અને મિડવાઇફ (ANM) અને ફીમેલ હેલ્થ વર્કર (FHW) છેલ્લા 10 વર્ષથી રાજ્ય સરકાર અથવા પંચાયત સેવામાં નિયમિત નિમણૂક પર અને B.Sc (નર્સિંગ) અથવા GNM જાહેરાતમાં દર્શાવેલ છે.
કોમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન ધરાવનાર કોઈપણ સરકારી માન્યતા પ્રાપ્ત તાલીમ સંસ્થામાંથી પ્રમાણપત્ર/માર્કશીટ ધરાવવી અને સરકાર માન્ય યુનિવર્સિટી કે સંસ્થામાંથી કોમ્પ્યુટરના જ્ઞાનનો કોઈપણ ડિપ્લોમા અભ્યાસક્રમ ધરાવે છે અથવા કોમ્પ્યુટર વિષય સાથે ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા પાસ કરી છે. આવા પ્રમાણપત્રો હોવા જોઈએ.
ગુજરાતી/હિન્દી બંને ભાષાનું સારું જ્ઞાન હોવું જોઈએ.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App