ગુજરાત મહાનગરપાલિકામાં વર્ગ 1-2ની જગ્યાઓ પર ભરતી જાહેર થશે, જાણો વિગતે

Gujarat Municipal Corporation Recruitment: ગુજરાત સરકારે આજે એક મોટો નિર્ણય લેવા રાજ્યમાં 9 નવી મહાનગર પાલિકાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે નવ નગરપાલિકાને મહાનગર પાલિકાનો (Gujarat Municipal Corporation Recruitment) દરજ્જો આપ્યો છે. રાજ્ય સરકારની જાહેરાત બાદ ગુજરાતમાં મહાનગર પાલિકાની સંખ્યા 17 પહોંચી ગઈ છે.

હવે રાજ્ય સરકારે નવી મહાનગર પાલિકાના વહીવટ માટે મ્યુનિસિપલ કમિશનરની નિમણૂંક કરી છે.તેમજ આ ભરતી પ્રક્રિયા GPSC દ્વારા હાથ ધરવામાં આવશે. સમગ્ર મામલે GPSCના ચેરમેન હસમુખ પટેલે પોસ્ટ શેર કરીને જાણકારી આપી છે.

રાજ્યમાં આ નવી મહાનગર પાલિકા અસ્તિત્વમાં આવી
રાજ્ય સરકારે કરેલી જાહેરાત પ્રમાણે નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ એમ કુલ 9 નગરપાલિકાઓ મહાનગરપાલિકા તરીકે કાર્યરત કરાશે. સરકારની આ જાહેરાત બાદ રાજ્યમાં કુલ મહાનગર પાલિકાની સંખ્યા 17 થઈ જશે.ત્યારે રાજ્ય સરકારે નવી જાહેર કરાયેલી મહાનગર પાલિકાઓમાં ભરતીને લઈને જગ્યા ભરવા માટે મંજૂરી આપવામાં આવી છે.

મ્યુનિસિપલ કમિશનરની કરી નિમણૂંક
રાજ્ય સરકારે નવી મહાનગર પાલિકા બનાવવાની જાહેરાત બાદ મ્યુનિસિપલ કમિશનરની પણ નિમણૂંક કરી દીધી છે. તો બીજી તરફ આ મામલે GPSCના ચેરમેન હસમુખ પટેલે સોશિયલ મીડિયા માધ્યમ ‘X’ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, ‘રાજ્યની મહાનગરપાલિકાઓની વર્ગ 1 અને 2ની જગ્યાઓ જીપીએસસી દ્વારા ભરવા રાજ્ય સરકારનો નિર્ણય. જગ્યાઓની વિગતો પ્રાપ્ત થતા આયોગ ભરતીની કાર્યવાહી ઝડપથી શરૂ કરશે.’