ડ્યુટી પરથી પરત ફરી માસ્ક બનાવે છે આ મહિલા કોન્સ્ટેબલ, ફ્રીમાં વહેંચે છે

કોરોનાવાયરસ ના આ ભયાનક સમયમાં કેટલીક એવી તસવીરો પણ સામે આવી રહી છે જેમાં લોકો આ જીવલેણ વાઇરસ સામે લડવાની તાકાત દર્શાવી રહ્યા છે. આવી જે કે તસવીર એક મહિલા કોન્સ્ટેબલની વાયરલ થઇ રહી છે જે પોલીસ સ્ટેશનમાં પોલીસ ની ડ્યુટી કર્યા બાદ ઘરે જઈને માસ્ક બનાવે છે. એટલું જ નહીં તે લોકોને મફતમાં રહે છે પણ છે.

મધ્યપ્રદેશના સાગર જીલ્લાના ખુરાઈ પોલીસ સ્ટેશનની મહિલા કોન્સ્ટેબલ શ્રુષ્ટિની સિલાઈ મશીન સાથેની તસવીર લોકો વચ્ચે ચર્ચા નો વિષય બનેલો છે.lockdown દરમિયાન શ્રુષ્ટિ પોલીસ સ્ટેશનમાં જે પોતાની ડ્યુટી કરે છે અને પછી ઘરે આવીને તે માણસ બનાવે છે. આ તસવીર સંદીપ નામના યૂઝરે શેર કરી છે. ત્યારબાદ તેના પર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી એ પણ જવાબ આપ્યો.

શિવરાજસિંહ ચૌહાણે શેર કરતા હુવા એક શ્લોક સાથે લખ્યું કે સૃષ્ટિનો આધાર દીકરીઓ છે અને તેનાથી જ સૃષ્ટિ ધન્ય થાય છે. સૃષ્ટિ જેવી દીકરીઓ થી વારંવાર ધન્ય થઈ આ ધરા. બેટી સદા ખુશ રહો અને જગતનું કલ્યાણ કરતી રહો.

આ પહેલી તસવીર નહીં જે વાયરલ થઇ છે અને લોકો જેને પસંદ કરી રહ્યા છે. આના પહેલા ઈન્દોરમાં એક પોલીસ અધિકારી નિર્મલ શ્રીનિવાસની તસવીર વાયરલ થઇ તેમણે ડ્યુટી કરવાના કારણે ઘરની બહાર બેસી જ ખાવાનું ખાધું. અને તેની દીકરી દરવાજેથી જોઈ રહી હતી. ડ્યુટીના કારણે તેને કોરોના સંક્રમણનો ભય છે. એવામાં તેની દીકરીને નજીક ન આવવા દીધી.

એક તસવીર છેલ્લા થોડા દિવસોમાં ભોપાલથી પણ આવી છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે તેને શેર કરતા લખ્યું હતું કે મળો ડોક્ટર સુધીર અને જે ભોપાલ જિલ્લાના હેલ્થ અધિકારી છે.તેઓ સોમવારે પાંચ દિવસ બાદ ઘરે પહોંચ્યા ઘરની બહાર બેસીને ચા પીધી ઘરવાળાઓને હાલચાલ પૂછ્યા અને બહારથી હોસ્પિટલ પાછા ચાલ્યા ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *