ગુજરાતની સરકારી હોસ્પિટલ માટે ડોકટરોની બમ્પર ભરતી; જાણો પગાર અને સંપૂર્ણ માહિતી

Doctor Recuitment 2025: રાજ્યની સરકારી હોસ્પિટલોમાં ટૂંક સમયમાં તબીબોની ભરતી થશે. ઉલ્લેખનિય છે કે, તબીબોની અછત મુદ્દે ઉઠેલા સવાલના જવાબમાં આરોગ્યમંત્રીએ (Doctor Recuitment 2025) જવાબ આપતા આ મહત્વની જાહેરાત કરી હતી. રાજ્ય સરકાર 1900થી વધુ તબીબોની ટૂંક સમયમાં ભરતી કરશે. વર્ગ 1ની 1100થી વધુ જગ્યા અને વર્ગ 2ની 800 જગ્યા પર ભરતી કરવામાં આવશે. નવી જગ્યા ભરવા GPSCમાં માંગણા પત્રક મોકલી અપાયાનો ઋષિકેશ પટેલે ઉલ્લેખ કર્યો હતો. વર્ગ 2ની જગ્યા માટે 13 હજારથી વધુ અરજીઓ આવી છે.

1900થી વધુ ડોક્ટરોની ભરતી થશે
ઉલ્લેખનિય છે કે, સરકારીહોસ્પિટલમાંડોક્ટરોનીખાલીજગ્યાપર સવાલો પૂછવામાં આવ્યા હતા જેનો જવાબ આપતા આરોગ્યમંત્રીઋષિકેશપટેલે જણાવ્યું હતું કે, એમબીબીએસ ડોક્ટરની ભરતી કરી છે અને નવી ભરતી પણ કરવા જઈ રહ્યા છીએ નવી ભરતીમાં 1900થી વધુ ડોક્ટરોની ભરતી કરવા જઈ રહ્યાં છીએ.

વર્ગ 1ની 1100થી થી વધુ જગ્યા ભરાશે તો વર્ગ ૨ની 800 જગ્યા પર ભરતી કરવામાં આવશે. નવી જગ્યા ભરવા જીપીએસસીમાં માંગણા પત્રક મોકલી અપાયા છે,વર્ગ 2ની જગ્યા માટે 13000થી વધુ અરજીઓ પણ આવી છે.ઉલ્લેખનિય છે કે, રાજ્યના અનેક વિસ્તારમાં સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ એક મોટી સમસ્યા છે. કારણ કે મોટા ભાગના મિડલ ક્લાન અને લોઅપ મીડિલ ક્લાસ સહિત અભાવગ્રસ્ત લોકો સરકારી હોસ્પિટલમાં ઇલાજ કરાવાવનું પસંદ કરે છે.

આવી સ્થિતિમાં તબીબોની કમીના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ કારણે ઇલાજમાં વિલંબ જીવલેણ સાબિત થાય છે આવી સ્થિતિમાં ગૃહમાં તબીબોની ભરતી કરવા અનુરોધ કરવામા આવ્યો હતો.

કરછમાં તબીબોની અછત
ઉલ્લેખનિય છે કે, કચ્છમાં પણ તબીબોની ઘટ એક મોટી સમસ્યા છે. કચ્છના છેવાડાના ગામના લોકો ખાસ કરીને તબીબોની અછતમાં રઝડતા રહે છે. અહી કચ્છના છેવાડાના દીનારા, ગોરેવલી, ખાવડા, જખૌ, બરંદા, ધોળાવીરા, કોઠારા સહિત અંતરિયાળ દવાખાનામાં તબીબો ન હોવાથી આરોગ્યકેન્દ્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. કચ્છમાં મંજુર મહેકમની તુલનાએ 40 ટકા ડોકટરો નથી અને તેમાં પણ નિષ્ણાંત તો એકપણ નથી. સરહદી વિસ્તારમાં ગાયનેક, પીડિયાટ્રિક, કાન-નાક-ગળા, દાંત, ઓર્થોપેડિક તબીબો ન હોવાથી લોકોને ફરજીયાત ભુજ આવવું જ પડે છે.