પૂર્વ મધ્ય અરબ સમુદ્રમાં સર્જાયેલું તીવ્ર ચક્રાવાતી તોફાન ‘નિસર્ગ’ છેલ્લા 06 કલાકમાં 13 કિમી પ્રતિકલાકની ઝડપે ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધ્યું છે અને આજે એટલે કે 03 જૂન 2020ના રોજ ભારતીય સમયાનુસર 08:30 કલાકે અલીબાગ (મહારાષ્ટ્ર)થી 130 કિમી દૂર દક્ષિણ- દક્ષિમ-પશ્ચિમ, મુંબઇ (મહારાષ્ટ્ર)થી 170 કિમી દૂર દક્ષિણ- દક્ષિણ-પશ્ચિમ અને સુરત (ગુજરાત)થી 400 કિમી દૂર દક્ષિણ- દક્ષિણ-પશ્ચિમ દિશામાં પૂર્વ મધ્ય અરબ સમુદ્રમાં 17.6°N અક્ષાંશ અને 72.3°E રેખાંશ પર પહોંચ્યું હતું.
આજે એટલે કે 03 જૂનના રોજ બપોર પછી ઉત્તર- ઉત્તર-પૂર્વથી આગળ વધીને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠે અલીબાગ (રાયગઢ જિલ્લો, મહારાષ્ટ્ર)ની દક્ષિણેથી પસાર થશે તેવી પ્રબળ સંભાવના કારણ કે તીવ્ર ચક્રાવાતી તોફાનમાં પવનની મહત્તમ ઝડપ એકધારી 100-110 કિમી પ્રતિ કલાકની છે અને તે વધીને 120 કિમી પ્રતિ કલાક થઇ શકે છે. મુંબઇ (મહારાષ્ટ્ર) અને ગોવા ખાતે આવેલા ડોપલર વેધર રડાર (DWR)ની મદદથી ચક્રાવાત પર એકધારી નજર રાખવામાં આવી રહી છે.
આગામી 24 કલાક દરમિયાન ઉત્તર કોંકણ (મુંબઇ, પાલઘર, થાણે, રાયગડ જિલ્લામાં) અને ઉત્તર મધ્ય મહારાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે જ્યારે અમુક છુટા છવાયા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ (24 કલાકમાં ≥ 20 સેમી) પડવાની પ્રબળ શક્યતા છે.
આગામી 24 કલાક દરમિયાન, દક્ષિણ કોંકણ (રત્નાગીરી અને સિંધુદુર્ગ જિલ્લામાં) અને ગોવા તેમજ દક્ષિણ ગુજરાત પ્રદેશ (વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલી તેમજ સુરત જિલ્લામાં) મોટાભાગના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ અને કેટલાક છુટા છવાયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે. પશ્ચિમ મધ્યપ્રદેશ અને વિદર્ભમાં આગામી 24 કલાક દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ જ્યારે કેટલાક છુટાછવાયા વિસ્તારોમાં ભારતે વરસાદ પડવાની સંભાવના છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news