સુરતને IT હબ બનાવવામાં સિંહફાળો આપનાર રેડ એન્ડ વ્હાઈટ ઇન્સ્ટીટયુટ- અભ્યાસની સાથે સાથે 100% જોબ પ્લેસમેન્ટ આપતી સંસ્થા

ગુજરાત(Gujarat): આપણે સૌ જાણીએ છીએ કે, ભારતને આત્મનિર્ભર બનાવવા માટે શિક્ષણ ક્ષેત્રે ઘણા બધા પરિવર્તનની જરૂર દેખાઈ રહી છે. જોવામાં આવે તો ભારતમાં ઘણી કોલેજો…

ગુજરાત(Gujarat): આપણે સૌ જાણીએ છીએ કે, ભારતને આત્મનિર્ભર બનાવવા માટે શિક્ષણ ક્ષેત્રે ઘણા બધા પરિવર્તનની જરૂર દેખાઈ રહી છે. જોવામાં આવે તો ભારતમાં ઘણી કોલેજો છે અને કરોડો વિદ્યાર્થીઓ તેમાં અભ્યાસ કરી રહ્યા છે. વિધાર્થીઓ અભ્યાસ તો કરી લે છે, પરંતુ નોકરી નથી મળતી, અઠવા તો નોકરી માટે આમ તેમ ફાફા મારવા પડી રહ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે, આજે લગભગ દરેક વિધાર્થી બહારના દેશમાં જઈને અભ્યાસ કરવા માંગે છે. જેને કારણે તેને લાખો રૂપિયા ખર્ચવા પડી રહ્યા છે.

ત્યારે હવે ધોરણ 10 કે ધોરણ 12 બાદ પોતાની કારકિર્દીનું ઘડતર કરનાર વિધાર્થીઓ આત્મનિર્ભર સાથે આગળ વધે તે માટે રેડ એન્ડ વ્હાઈટ મલ્ટીમીડિયા ઇન્સ્ટીટયુટ(Red and White Multimedia Institute) છેલ્લા 15 વર્ષથી કાર્યરત છે. વર્ષ 2008થી આજ દિવસ સુધીમાં અનેક પ્રકારના IT કોર્સીસ પ્રદાન કરતા રેડ એન્ડ વ્હાઈટ ઇન્સ્ટીટયુટમાં અભ્યાસ કરેલા વિધાર્થીઓએ માત્ર સુરત નહિ પરંતુ વિશ્વ સ્તરે પોતાનું સ્થાન જમાવી દીધું છે અને સફળ કારકિર્દીનું ઘડતર કરી ચુક્યા છે.

જોવામાં આવે તો આજે ભારત સરકાર સૌથી વધારે ધ્યાન સ્કીલ ઇન્ડિયા પર આપી રહી છે. આ ભારત સરકારના સ્કીલ ઇન્ડિયા અભિયાનમાં રેડ એન્ડ વ્હાઈટ ઇન્સ્ટીટયુટનો અગત્યનો ફાળો રહ્યો છે. રેડ એન્ડ વ્હાઈટ હેઠળ સુરત અને ગુજરાત સહીત 5 લાખ કરતા પણ વધુ વિધાર્થીઓને આજ સુધીમાં ઉચ્ચ કક્ષાનું IT ક્ષેત્રનું માર્ગદર્શન સતત વર્ષ 2008થી આપવામાં આવી રહ્યું છે.

રેડ એન્ડ વ્હાઈટ જ શા માટે?
હાલમાં 22000+ વિદ્યાર્થીઓ તેમજ વાલીમિત્રોનો ભરોસો એટલે રેડ એન્ડ વ્હાઈટ ઇન્સ્ટીટયુટ. 360 ડિગ્રી સંપુર્ણ IT & Technology ને લગતી એકમાત્ર સંસ્થા એટલે રેડ એન્ડ વ્હાઈટ. એક એવી સંસ્થા જ્યા રિસર્ચ આધારિત કોર્ષ ડિઝાઈન કરવામાં આવે છે. રેડ એન્ડ વ્હાઈટ ઇન્સ્ટીટયુટમાં 100% ફીલ્ડ ઓરીએન્ટેડ જોબ, બધી જ જરૂરી સુવિધાઓ તેમજ આકર્ષક ઈન્ફ્રાસ્ટ્રકચર પણ પૂરું પાડવામાં આવે છે. સાથે જ વિશિષ્ટ તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરનાં કોર્ષ કે જે વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય લેવલ પર તૈયાર કરે છે. રેડ એન્ડ વ્હાઈટમાં ભણતર સાથે ગમ્મત તેમજ વ્યક્તિત્વ વિકાસ સાથે એક સંપુર્ણ કોલેજ જ્યા થાય છે જ્ઞાન તેમજ ગમ્મત નો અદભુત સમન્વય.

માત્ર IT નહિ પરંતુ, અન્ય કેટલાય અભ્યાસક્રમોનો પણ સમાવેશ:
રેડ એન્ડ વ્હાઈટમાં માત્રને માત્ર IT સુધી સીમિત ન રહેતા, અનેક પ્રકારના અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે. જેમાં ગેમ ડેવલોપમેન્ટ, મોબાઈલ એપ્લીકેશન ટેકનોલોજી, વેબ ડીઝાઇનીંગ, ગ્રાફિક ડીઝાઇનીંગ, તેમજ એનીમેશનમાં પણ વિશ્વ સ્તરનું શિક્ષણ પ્રદાન કરવામાં આવે છે અને તેમની કારકિર્દીનું ઘડતર કરવામાં ખુબ જ મદદ કરે છે. 

GIM કોર્ષ શું છે?
આ ઉપરાંત રેડ એન્ડ વ્હાઈટ દ્વારા એક અનોખો અને મહત્વનો વિશિષ્ટ કોર્સ GIM લોન્ચ કરવામાં આવ્યો છે. જે કોર્સ વિધાર્થીઓને તેની રૂચી, રસ અને આવડત કે કળાને બહાર લાવવામાં મદદ કરે છે.

રેડ એન્ડ વ્હાઈટની વધુ જાણકારી:
વધુ જાણકારી માટે રેડ એન્ડ વ્હાઈટની વેબસાઈટ- https://www.rnwmultimedia.com/ વિઝીટ કરી શકો છો.

અતુટ વિશ્વાસ અને વિકાસની સફર:
છેલ્લા દોઢ દાયકાથી એટલે કે 15 વર્ષથી વિધાર્થીઓને સફળ કારકિર્દી તરફ આગળ વધવામાં સિંહ ફાળો આપતી સંસ્થા રેડ એન્ડ વ્હાઈટ અનેક કીર્તિ, કલદાર અને પુરસ્કારએ હકદાર બની છે. સમાજના મોટા અગ્રણીઓ અને ઘણા દીગ્ગજોએ અને રાજકીય નેતાઓએ રેડ એન્ડ વ્હાઈટ સંસ્થાની મુલાકાત લીધી છે અને સંસ્થાના શિક્ષણની સાથે સાથે સંસ્થાના ઇન્ફાસ્ટ્રકચરને સતત નવાજ્યું છે.

સમાજ અને રાષ્ટ્ર પ્રત્યે રેડ એન્ડ વ્હાઈટનું યોગદાન:
જણાવી દઈએ કે, સમાજ ક્ષેત્રે રેડ એન્ડ વ્હાઈટનું યોગદાન માત્ર શિક્ષણ પુરતું જ નથી રહ્યું પરંતુ, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીમાં પણ યોગદાન રહ્યું છે. રેડ એન્ડ વ્હાઈટ ઇન્સ્ટીટયુટ દ્વારા સ્વચ્છતા અભિયાન, વૃધાશ્રમમાં સેવા, ગરીબ બાળકો માટે વસ્ત્રાપર્ણ અને વિવિધ સમાજ કલ્યાણના કર્યો કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *