“ગ્રીષ્મા વેકરીયાની જેમ ફરી એક હેમા હણાઈ” છડે ચોક છરાના ઘા મારી કરાઈ હત્યા- ઓડિયો-ક્લિપ થઇ વાયરલ

ગુજરાત(Gujarat): ગાંધીનગર(Gandhinagar) જિલ્લાના કલોલ(Kalol) શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં બીજી હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. કલોલ સિટી મોલ પૂજા ફાસ્ટ ફૂડ પાસે…

ગુજરાત(Gujarat): ગાંધીનગર(Gandhinagar) જિલ્લાના કલોલ(Kalol) શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં બીજી હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. કલોલ સિટી મોલ પૂજા ફાસ્ટ ફૂડ પાસે શુક્રવારના રોજ 23 વર્ષીય યુવતીને રસ્તામાં તેના પૂર્વ પતિએ છરીના ઘા મારીને હત્યા(Murder) કરી હતી. કલોલ પોલીસે પૂર્વ પતિ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી લીધી છે.

મળતી માહિતી અનુસાર, કલોલની દેવીકૃપા સોસાયટીમાં રહેતી હેમા નંદવાણી અને ભાવેશ કેશવાણીના પ્રેમલગ્ન થયા હતાં, જોકે પ્રેમલગ્ન પછી પતિ-પત્ની વચ્ચે અણબનાવો બનવાનું ચાલુ રહેવાને કારણે હેમાએ દોઢ વર્ષ અગાઉ છૂટાછેડા લઈ લીધા હતા. છૂટાછેડા પછી પણ આરોપી ભાવેશે પૂર્વ પત્નીની પાછળ પડ્યો હતો.  પૂર્વ પતિ અવારનવાર હેમાને ફોન કરી પાછી આવી જવા માટે કહેતો અને નકરું ધમકાવતો રહેતો હતો.

હેમાની હત્યા અગાઉની ભાવેશ સાથેની એક કથિત ઓડિયો-ક્લિપ પણ બહાર આવી છે, જેમાં ભાવેશ હેમાને પરત આવી જવાની ધમકી આપી રહ્યો હોય તેવું સાંભળી શકાય છે. જો તે પરત નહીં આવે તો આખા પરિવારને ખતમ કરી દેશે તેવી ધમકી પણ આપી રહ્યો છે. શુક્રવારના રોજ સાંજે કલોલના સિટી મોલ પૂજા ફાસ્ટ ફૂડ નજીક હેમાને ભાવેશે છરાના આડેધડ ઘા ઝીંકી હત્યા કરી દીધી હતી અને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.

પૂર્વ પતિ ધમકી આપતો હતો:
પૂર્વ પતિ ભાવેશ એકતરફી પ્રેમમાં પાગલ થઈને હેમાને ‘તું મારી નહીં તો કોઈ બીજાની પણ નહીં’ થવા દેવાની અવારનવાર ધાકધમકીઓ આપતો રહેતો હતો. એટલે સુધી કે ભાવેશે ધમકી આપતા કહ્યું કે,  પાછી નહીં આવે તો આખા પરિવારને પતાવી દઈશ. જેને કારણે હેમા ડરી ગઈ હતી. વારંવાર ભાવેશ પાછી આવી જવા માટે હેમાને રસ્તામાં ધાકધમકીઓ આપી રહ્યો હતો.

પોલીસ તપાસ શરુ:
સમગ્ર ઘટના અંગે કલોલ ડીવાયએસપી પી.ડી. મનવરે જણાવતા કહ્યું હતું કે હેમા નામની યુવતીની હત્યા તેના પૂર્વ પતિ દ્વારા કરવામાં આવી છે. હાલમાં મૃતકનાં પરિવારજનોની પૂછપરછ કરીને હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *