આ ખ્યાતનામ વ્યક્તિના ઘરે પડી રેડ- મળ્યા બેનામી કરોડો રૂપિયા, જાણો વિગતે

ઈન્કમ ટેક્સના અધિકારીઓએ તમિલ ઈન્ડસ્ટ્રીના એક વગદાર ફાઈનાન્સર અનબુ છેલિયાનને ત્યાં દરોડા પાડ્યા હતા. સૂત્રોનું માનીએ તો, આ દરોડામાં આઈટી વિભાગને 65 કરોડ રુપિયા રોકડા…

ઈન્કમ ટેક્સના અધિકારીઓએ તમિલ ઈન્ડસ્ટ્રીના એક વગદાર ફાઈનાન્સર અનબુ છેલિયાનને ત્યાં દરોડા પાડ્યા હતા. સૂત્રોનું માનીએ તો, આ દરોડામાં આઈટી વિભાગને 65 કરોડ રુપિયા રોકડા મળી આવ્યા છે. ગઈકાલે સાઉથના સુપરસ્ટાર વિજયની પણ આ મામલે પૂછપરછ કરવામાં આવી હતી, અને તેના ઘર પર પણ તપાસ કરાઈ હતી. અનબુ છેલિયાનના ઘરમાંથી છ થેલા ભરીને કેશ મળતા આઈટીના અધિકારીઓ પણ છક થઈ ગયા હતા. આ બેગમાં બે હજાર, પાંચસો તેમજ સોની નોટોના બંડલ હતા. આ કેશને ગણવાની કામગીરી હજુય ચાલુ છે. અત્યાર સુધી 65 કરોડ રુપિયાની ગણતરી થઈ ચૂકી છે, પરંતુ સૂત્રોનું કહેવું છે કે, હજુ પણ આ આંકડો વધી શકે છે.

આઈટી વિભાગ દ્વારા ચેન્નૈ ઉપરાંત, આ ફાઈનાન્સરની તમિલનાડુમાં અન્ય જગ્યાઓએ આવેલી પ્રોપર્ટી ઉપર પણ દરોડા પાડવામાં આવ્યા છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, અનબુ છેલિયાન ઘણા સમયથી આઈટીના રડારમાં હતો. એક્ટર વિજય વિશે એવી ચર્ચા છે કે, તે રાજકીય મહત્વાકાંક્ષા ધરાવે છે. તેની ઓક્ટોબર 2017માં આવેલી ફિલ્મમાં તેણે જીએસટી તેમજ નોટબંધીની ટીકા કરતાં તે ખુબ જ ઘણો ચર્ચામાં આવ્યો હતો. ગઈકાલે તે ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે સેટ પર જ આઈટીની ટીમ પહોંચી ગઈ હતી.

રિપોર્ટસ અનુસાર, ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ વિજય સાથે ફિલ્મના બજેટ અને તેની સેલરી વિશે વાત કરવા માગે છે. સીનિયર ઇનકમ ટેક્સ ઑફિસરે જણાવ્યું કે એજીએસ ગ્રુપના 20 ઠેકાણાઓની તપાસ કરવામાં આવી રહી છે. ડિપાર્ટમેન્ટને તેના પર ટેક્સ ચોરીની શંકા છે. આ ઉપરાંત મદુરાઇ બેસ્ડ ફિલ્મ ફાઇનાન્સર અનુબ ચેઝિયાના ત્યાં પણ આઇટી ઑફિસરનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વિજય હાલ પોતાની આગામી ફિલ્મ માસ્ટરનું શુટિંગ કરી રહ્યો છે. 5 ફેબ્રુઆરીએ તમિલનાડુના નેવેલી વિસ્તારમાં ચાલી રહેલી ફિલ્મની શુટિંગ વચ્ચે વિજયને આઇટી ઑફિસર પોતાની સાથે લઇ ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *