Patan Red Sandalwood: આંધ્ર પ્રદેશમાંથી લાલ ચંદનને ગેરકાયદેસર રીતે ગુજરાતમાં લાવવામાં આવ્યું હતું અને પાટણના હાજીપુરમાં આવેલા એક ગોડાઉનમાં (Patan Red Sandalwood) છૂપાવવામાં આવ્યું હતું. જે અંગેની જાણ આંધ્ર પોલીસને થતાં પાટણ એલસીબીને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવી હતી. હાજીપુરમાં આવેલી ગોડાઉનમાંથી 150 ટૂકડા લાલ ચંદનના જપ્ત કરવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
એલસીબી પોલીસએ પાડ્યો દરોડો
પ્રાપ્ત વિગતો અનુસાર આંધ્ર પ્રદેશમાં લાલ ચંદનની ચોરી થઇ હતી. જેમાં ત્યાંની પોલીસ દ્વારા બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીની આંધ્ર પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા આ આરોપીઓએ જણાવ્યું હતું કે, પાટણ જિલ્લામાં લાલ ચંદન આપવામાં આવ્યું છે. આરોપીઓ તરફથી મળેલી માહિતીના આધારે આંધ્ર પ્રદેશ પોલીસે પાટણ પોલીસને સમગ્ર વિગતો અંગે જાણ કરી હતી. પાટણ એલસીબી પોલીસને સાથે રાખીને આંધ્રની પોલીસ દ્વારા હાજીપુરમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
કરોડોનું ચંદન મળી આવ્યું
હાજીપુરમાં આવેલા શ્રેય વિલાના ગોડાઉન નંબર 70માં આજે સવારે દરોડો પાડીને તપાસ હાથ ધરતા ત્યાંથી લાલ ચંદનના 170 ટૂકડા મળી આવ્યા હતા. ઝડપાયેલો જથ્થો કરોડો રૂપિયાનો હોવાનું અનુમાન છે. પાટણ એલસીબી, એસઓજી સહિતની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
ચીન અને સાઉથ એશિયામાં દાણચોરી
પ્રાથમિક મળતી માહિતી અનુસાર રક્તચંદનનો જથ્થો ગુજરાતમાંથી વિદેશ મોકલવાનો હતો. આ અંગે સિદ્ધપુર DySP કે .કે .પંડ્યાએ જણાવ્યું હતું કે, સાઉથ એશિયાના દેશો કેટલાક દેશો અને ચીનમાં મેડિકલ ઉપયોગમાં લેવાતું અને દાણચોરી મારફતે ત્યાં મોકલવાના હતા. વધુ કિંમત ઉપજે એમ હોય આ લોકોનું વિદેશ મોકલવાનું આયોજન હતું.
ફિલ્મ પુષ્પા-2માં રક્તચંદનની ચોરીની વાત
હાલમાં જ રિલીઝ થયેલી પાન ઈન્ડિયા ફિલ્મ પુષ્પા-2 ધૂમ મચાવી રહી છે. ફિલ્મ લાલચંદનની દાણચોરી પર આધારિત છે, જેમાં ફિલ્મનો હીરા-કમ-વિલન પુષ્પરાજ ઉર્ફે પુષ્પા દેશ જ નહીં, વિદેશમાં પણ લાલચંદનની દાણચોરી કરે છે અને પોલીસને પડકાર ફેંકે છે. ત્યારે જ્યાંથી ચંદન ચોરાઈને ગુજરાતમાં ઘુસાડાયું એ આંધ્રપ્રદેશની પોલીસ જ ગુજરાતમાં આવી હતી અને પાટણ પાસે એક ગોડાઉનમાંથી કરોડોનું રક્તચંદન કબજે કર્યું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App