સુરતમાં રેડ & વ્હાઈટ મલ્ટીમીડિયા એજ્યુકેશન દ્વારા વિદ્યાર્થીઓ-સહકર્મચારીઓ માટે યોજાઈ ફાયર સેફટી ટ્રેનિંગ

Fire Safety Training to Students in Red & White: રેડ અને વ્હાઈટ મલ્ટીમીડિયા એજ્યુકેશન દ્વારા સુરત ખાતેની વેડ રોડ બ્રાન્ચ પર એસએસએસ ફાયર સેફટીના અગ્રણી પરેશભાઈ યોગીના માર્ગદર્શન હેઠળ ઉપસ્થિત તમામને ફાયર સેફટી અંગેની આવશ્યક માહિતી અપાઈ હતી. આ ટ્રેનિંગમાં પરેશભાઈએ બ્રાન્ચ તેમજ ઓફિસ બિલ્ડિંગમાં સુરક્ષા હેતુ રાખવામાં આવેલા તમામ ઉપકરણો અંગે વિસ્તૃત માહિતી, તેનું મહત્વ અને સલામતીના પગલે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું વિદ્યાર્થી અને સ્ટાફ દ્વારા પ્રેક્ટિકલ(Fire Safety Training to Students in Red & White) પણ કરાવ્યું હતું.

ભવિષ્યમાં આગજનીના બનાવને નાથવા તેમજ સુરક્ષાની દ્રષ્ટિએ જાગૃકતા ફેલાવવા માટે આ સત્રનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રેનિંગ અંતર્ગત ફાયર એલાર્મનો ઉપયોગ કેવી રીતે કરવો, અગ્નિશામક સાધનોના પ્રકાર, CO2 અને ABC (અગ્નિશામક પાવડર) વાપરવાની રીત, કોમ્પ્યુટર અને મશીન સંબંધિત આગ વખતે સલામતીના પગલાંઓ, પાણીની લાઇનનો ઉપયોગ અથવા તેની સાથે જોડાયેલ મોટર ઈમરજન્સી સમયે સીધા ઉપયોગ માટે કયો મોડ સેટ કરવો તેની માહિતી આપવામાં આવી. તેમજ વિશાળ અથવા ભયાવહ આગ માટે નિયમિત અને મોટી એવી બે પ્રકારના પાણીની લાઇનોનું કવરેજ કેવી રીતે કરવું જેવા અનેક મહત્વપૂર્ણ બાબતોની વિદ્યાર્થી અને સહકર્મચારીઓને માહિતી પુરી પાડવામાં આવી હતી.

રેડ એન્ડ વ્હાઈટની વધુ જાણકારી:
વધુ જાણકારી માટે રેડ એન્ડ વ્હાઈટની વેબસાઈટ- https://www.rnwmultimedia.com/ વિઝીટ કરી શકો છો.

અતુટ વિશ્વાસ અને વિકાસની સફર:
છેલ્લા દોઢ દાયકાથી એટલે કે 15 વર્ષથી વિધાર્થીઓને સફળ કારકિર્દી તરફ આગળ વધવામાં સિંહ ફાળો આપતી સંસ્થા રેડ એન્ડ વ્હાઈટ અનેક કીર્તિ, કલદાર અને પુરસ્કારએ હકદાર બની છે. સમાજના મોટા અગ્રણીઓ અને ઘણા દીગ્ગજોએ અને રાજકીય નેતાઓએ રેડ એન્ડ વ્હાઈટ સંસ્થાની મુલાકાત લીધી છે અને સંસ્થાના શિક્ષણની સાથે સાથે સંસ્થાના ઇન્ફાસ્ટ્રકચરને સતત નવાજ્યું છે.

સમાજ અને રાષ્ટ્ર પ્રત્યે રેડ એન્ડ વ્હાઈટનું યોગદાન:
જણાવી દઈએ કે, સમાજ ક્ષેત્રે રેડ એન્ડ વ્હાઈટનું યોગદાન માત્ર શિક્ષણ પુરતું જ નથી રહ્યું પરંતુ, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીમાં પણ યોગદાન રહ્યું છે. રેડ એન્ડ વ્હાઈટ ઇન્સ્ટીટયુટ દ્વારા સ્વચ્છતા અભિયાન, વૃધાશ્રમમાં સેવા, ગરીબ બાળકો માટે વસ્ત્રાપર્ણ અને વિવિધ સમાજ કલ્યાણના કર્યો કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *