રેડ & વ્હાઇટ સંસ્થાએ 700થી વધુ સોસાયટીના અસંખ્ય રહીશોને ‘સાઇબર ક્રાઇમ સે આઝાદી’ રેલી થકી જાગૃત કર્યા

Red & White Institute: દેશના ખૂણે ખૂણે 78માં સ્વતંત્રતા દિવસની ઉત્સાહ પૂર્વક ઉજવણી થઇ રહી છે ત્યારે ગુજરાતની પ્રસિદ્ધ આઈ.ટી. સંસ્થા, રેડ & વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન દ્વારા સમગ્ર ગુજરાતમાં સાયબર સુરક્ષા ને પ્રાધાન્ય આપી સાઇબર ક્રાઇમ સે આઝાદી થીમ(Red & White Institute) સાથે જાગૃતિ અભિયાન રેલીનું આયોજન કરી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ હતી.

સાઇબર ક્રાઇમ સે આઝાદી થીમ સાથે જાગૃતિ અભિયાન રેલી
ગુજરાતમાં સુરત, નવસારી, ભરૂચ, આનંદ, અમદાવાદ, રાજકોટ, અમરેલી અને ભાવનગર સ્થિત શાખાઓથી 2000 થી વધુ વિદ્યાર્થીઓએ સ્વયંભૂ જોડાઈ ‘સાયબર ક્રાઇમ સે આઝાદી’ થીમના વિવિધ પોસ્ટર્સ સાથે માહિતી આપી 700થી વધુ સોસાયટીના રહીશોને જાગૃત કરવાનો સફળ પ્રયોગ કર્યો હતો.

સાયબર સુરક્ષાની માહિતીનો અભાવ
ભારત 78 વર્ષ પહેલા અંગ્રેજોથી આઝાદ થયો પરંતુ આજે વધુ એક સમસ્યાથી આઝાદ થવાની સખત જરૂર છે તેનું નામે છે “સાયબર ક્રાઇમ”. આધુનિક ટેક્નોલોજીના યુગમાં સાયબરના ગુન્હાઓ સતત વધી રહ્યા છે. જેથી સામાન્ય થી સામાન્ય માણસ અને અન્ય તમામ ઉંમરના લોકો જે ફોન, લેપટોપ જેવા કોઈ પણ જાતના ગેજેટ્સ વાપરે છે તેઓ ભોગ બની રહ્યો છે. જેનું મુખ્ય કારણ છે લોકોમાં સાયબર સુરક્ષાની માહિતીનો અભાવ છે અને જેના પરિણામેં લોકો મોટી રકમ ગુમાવી અથવા અન્ય પજવણીના શિકાર બની રહ્યા છે.

ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું
આ સમગ્ર ઘટનાને ડામવા અને આવા ડિજિટલ શત્રુથી આઝાદી મેળવવા સાઇબર ક્રાઇમ સે આઝાદી નું અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ રેલીના માધ્યમથી, વિદ્યાર્થીઓએ લોકોને સાઇબર ખતરાઓ અને તેનાથી કેવી રીતે બચવું તેની વિસ્તૃત માહિતી આપી, ઘર-ઘર જઈને નારા અને પોસ્ટરો દ્વારા સંદેશ ફેલાવી આ જાગૃત અભિયાનને સફળ બનાવવા કવાયત હાથ ધરી હતી.