મુકેશ અંબાણી દર મીનીટે એટલી કમાણી કરે છે કે, આંકડો તમારા કેલ્ક્યુલેટરમાં પણ નહિ સમાય…

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુંકેશ અંબાણી વિશ્વનાં 5માં સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે. મુકેશ અંબાણી વિશે એવું કહેવામાં આવે છે કે, જેટલી વારમાં એક વ્યક્તિ ચાનો કપ…

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુંકેશ અંબાણી વિશ્વનાં 5માં સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે. મુકેશ અંબાણી વિશે એવું કહેવામાં આવે છે કે, જેટલી વારમાં એક વ્યક્તિ ચાનો કપ ખતમ કરી નાંખે છે એટલી વારમાં તો મુકેશ અંબાણીની મિલકતમાં લાખો રૂપિયાનો વધારો થાય છે.

આપને જણાવી દઈએ કે, મુકેશ અંબાણી ભારત સહિત સમગ્ર વિશ્વમાં સૌથી ધનિક વ્યક્તિ છે. છેલ્લા માત્ર 10 વર્ષોમાં એમની મિલકતમાં અંદાજે કુલ 3 ગણો વધારો થયો છે. વર્ષ 2010માં એમની અંદાજિત સંપતી કુલ 27 બિલિયન ડોલર નજીક હતી. જ્યારે વર્ષ 2020માં એમાં વધારો થઈને અંદાજે 80 બિલિયન ડોલર નજીક પહોંચી ગઈ છે.

મુકેશ અંબાણીનો પરિવાર મુંબઈમાં કુલ 27 માળના ઘર એન્ટીલિયામાં રહે છે. મળેલ જાણકારી પ્રમાણે આ ઘરને બનાવવા માટે અંદાજે કુલ 7,000 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો હતો. આ ઘરનો વિશ્વનાં સૌથી મોંઘા તેમજ શાનદાર ઘરોમાં સમાવેશ થાય છે.

મુકેશ અંબાણી ભારતનાં બીજા સૌથી ધનવાન વ્યક્તિ રાધા કિશન દમાણી કરતાં પણ કુલ 4 ગણા વધારે ધનિક છે. રાધા કિશન દમાણીની સંપતિ લગભગ કુલ 17.8 બિલિયન ડોલર બતાવવામાં આવે છે. મળેલ જાણકારી મુજબ મુકેશ અંબાણી દર મિનિટે અંદાજે કુલ 23 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યાં છે.

વર્ષ 2019માં મુકેશ અંબાણીની સંપતીમાં દૈનિક કુલ 33 કરોડ રૂપિયાનો વધારો થયો હતો. જ્યારે વર્લ્ડ કપની જાણકારી મુજબ અફઘાનિસ્તાન, બોત્સવાના તથા બોસ્નિયા જેવા દેશોની કુલ GDPને એકત્ર કરવામાં આવે તો પણ મુકેશ અંબાણીની મિલકતથી ઓછી થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *