કોરોનાને કારણે હાલત કફોડી બનતા કર્મકાંડી બ્રાહ્મણો અને પૂજારીઓને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે… 

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આ મહામારીને કારણે લાખો મોકોના મોતની ઉપરાંત તમામ લોકોના ધંધા-રોજગાર પણ ભાંગી પડ્યા છે. આ મહામારીની અસર તો બ્રાહ્મણો પર પણ ખુબ જ પડી છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોથી લઈને જનતા સુધી તમામ લોકોને સહાય આપવામાં આવતી હોય છે પરંતુ હાલમાં ચાલી રહેલ મહામારીને ધ્યાનમાં લઈને રાજ્યનાં તમામ કર્મકાંડી બ્રાહ્મણો અને પૂજારીઓને લઈને એક સમાચાર સામે આવી રહ્યાં છે.

ગુજરાતનાં કર્મકાંડી બ્રાહ્મણો તથા પુજારીઓની માટે આનંદનાં સમાચાર સામે આવી રહ્યાં છે. કોરોના મહામારી તેમજ લોકડાઉનને લીધે કર્મકાંડી બ્રાહ્મણો તેમજ પૂજારીઓની સ્તિથી કફોડી બની ગઇ છે. હવે રાજ્ય સરકાર કર્મકાંડી બ્રાહ્મણો તેમજ પૂજારીઓની માટે રાહત પેકેજ જાહેર કરી શકે છે.

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે રાજ્યનાં બધાં જ જિલ્લાના કલેક્ટરને સૂચના આપીને તમામ ગામમાં રહેતાં કર્મકાંડી બ્રાહ્મણો તથા પૂજારીઓની યાદી માંગવામાં આવી છે. સરકારે મામલતદાર અને આગેવાનોની મદદથી 2 દિવસમાં આ સર્વે કરવાનો આદેશ આપ્યો છે. સર્વે પૂર્ણ થયા પછી કર્મકાંડી બ્રાહ્મણો તેમજ પૂજારીઓની માટે રાજ્ય સરકાર રાહત પેકેજ જાહેર કરે એવી શક્યતા રહેલી છે.

મુખ્યમંત્રીનાં આદેશથી યાત્રાધામ વિકાસ બોર્ડ હરકતમમાં આવી છે. તમામ કલેકટરને સુચના આપવામાં આવી છે. મામલતદાર તથા આગેવાનોની મદદથી માત્ર 2 દિવસમાં સર્વે કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. દરેક ગામમાં કર્મકાંડી બ્રાહ્મણ અને પૂજારીઓની યાદી માંગવામાં આવશે. સર્વે કર્યાં પછી સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવશે. સરકારનાં આદેશથી કામગીરી હાથમાં લેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *