અહીંયા જે મંદિરની વાત થઇ રહી છે એ બિહાર રાજ્યનાં કૈમૂર જિલ્લાનાં ભગવાનપુર ઝોનમાં ‘પાવરા’ ટેકરી પર 608 ફૂટ જેટલી ઉંચાઈએ આવેલ છે. આ મંદિરનું નામ ‘માં મુન્ડેશ્વરી’ છે. નોંધનીય વાત છે કે, આશરે 1900 જેટલા વર્ષથી આ સ્થળે કાયમ પૂજા-અર્ચના થાય છે. આ મંદિર બિહાર રાજ્યનાં સૌથી પ્રાચીન મંદિરોમાંનું એક છે. તેનાં અંગે અનેક ઘણી વાતો છે તેમજ એમાંથી એક વાત એવી છે કે, જ્યારે ચંન્ડ તેમજ મુંડ નામનાં 2 રાક્ષસોએ લોકોમાં બહુ હોબાળો મચાવ્યો હતો તે સમયે માતા ‘મુન્ડેશ્વરી’ પ્રગટ થયા તેમજ તેમનો વધ કરવામાં આવ્યો હતો.
પરંપારિક કથા અનુસાર, વાત કરવામાં આવે તો માતાએ ચન્ડ નામનાં રાક્ષસનો વધ કરી નાખવામાં આવ્યો હતો. પણ મુંડ નામનો રાક્ષસ ડુંગર પર સંતાઈ ગયો. એની શોધમાં માતા આ ડુંગર પર આવ્યા તેમજ અહીંયા આવીને મુંડ નામનાં રાક્ષસની હત્યા કરી નાખી હતી. જેથી જ આ મંદિરને ‘મુન્ડેશ્વરી માતા મંદિર’ પણ કહેવાય છે. ત્યાંના સ્થાનિક રહેવાસીઓનાં કહ્યા મુજબ આ મંદિરમાં બકરાની બલિ ચઢાવવાની પરંપરા પ્રારંભથી જ છે, પણ તે બહુ જ અનોખી રીતે બલિદાન આપે છે કે, એમાં એક પણ ટીપું લોહી નીકળતું નથી.
એવું પણ કહેવાય છે કે, જ્યારે કોઈની ઇચ્છા પૂરી થાય છે, તે સમયે તે બકરીને પ્રસાદ તરીકે દેવીની મૂર્તિની સામે લાવે છે. એ પછી મંદિરનાં પુજારી માતાનાં પગમાંથી ચોખા લઈ બકરી પર નાંખવામાં આવે છે, એ પછી બકરી બેભાન થઈ જાય છે. અમુક સમય બાદ ફરીથી બકરી ઉપર ચોખા નાંખવામાં આવે છે. જે બાદ બકરી ભાનમાં આવી જાય છે.
ત્યાર બાદ બકરીને છોડી દેવામાં આવે છે તેમજ બકરીનું બલિદાન સ્વીકારવામાં આવે છે. બલિદાન આપવા માટેની આ અનોખી પરંપરા દ્વારા લોકોને એક ખાસ સંદેશ આપવામાં આવે છે કે, માતા કોઈના લોહીની તરસી નથી. તેની સાથે જ જીવો પર દયા કરવી એ માતાનો સ્વભાવ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle