સિટી બસની ટક્કરમાં પુત્રને ગુમાવનાર પિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા- વિલોપાત સાંભળીને કાળજું કંપી ઉઠશે

ગુજરાત(Gujarat): રાજ્યમાં બેફામ બની રહેલી સીટી બસ(City bus) અને બીઆરટીએસ બસ(BRTS bus) બેફામ રીતે ચલાવવામાં આવતા કેટલાય માસુમ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. ત્યારે આવી જ એક ઘટના એક વર્ષ અગાઉ વડોદરા(Vadodara)માં બની હતી. જેમાં સિટી બસની ટક્કરમાં પુત્રને ગુમાવનાર પિતા પોતાના દીકરાની યાદમાં રડી પડ્યા હતા. તેમજ સિટી બસની સ્પીડ ઘટાડીને તેને સરખી મેઇન્ટેઇન રાખવામાં આવે તેવી માંગણી કરી હતી.

પોતાના દીકરાને ગુમાવ્યો એની પીડા અને દુઃખ સાંભળો એક પિતા પાસેથી:
વડોદરાના ડભોઈ-વાઘોડિયા રિંગ રોડ પર શિવસ્પંદ હાઈટ્સમાં રહેતા અરવિંદભાઈ સુથારના 29 વર્ષીય પુત્રનું ગયા વર્ષે ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં સિટી બસની ટક્કરથી મોત થયું હતું. દીકરાના પિતા અરવિંદભાઈએ જણાવ્યું હતું કે, “મારો પુત્ર બ્રિજેશ ગયા વર્ષે સોમા તળાવ પાસેના તીર્થ બંગલો પાસે રોડ પર બમ્પ હતો પરંતુ સિટી બસે તેના પુત્રના ટુ-વ્હીલરને ટક્કર મારી હતી અને આગળ જઈને ઉભો રહી ગયો હતો.” જેથી લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને મારા પુત્રના ફોન પરથી મને ફોન કર્યો હતો કે તમારા પુત્રનો અકસ્માત થયો છે. અમે તરત જ ત્યાં પહોંચી ગયા. ત્યાં જઈને જોયું તો મારો દીકરો રસ્તા પર ઘાયલ અવસ્થામાં પડ્યો હતો. જે ગલીના રસ્તામાં બમ્પ આવેલો છે અને ત્યાં અકસ્માત થાય તેને બેદરકારી કહેવાય.

ધ્રુસકે ધ્રુસકે રડીને પોતાની વેદના વ્યક્ત કરતા અરવિંદભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, સિટી બસ દિવસભર દરમિયાન દસ-દસ ફેર મારતી હોય છે ત્યારે સાંજના સમયે આટલી ઝડપે બસો દોડવી જોઈએ નહીં. મારા પુત્રના અકસ્માતના બે-ત્રણ દિવસ અગાઉ, એક ભાઈને ન્યાયમંદિર પાસે સિટી બસે કચડી નાખ્યો હતો. સરકારે એવો નિયમ બનાવવો જોઈએ કે શહેરી વિસ્તારોમાં 30 થી 40 થી વધુ સ્પીડથી બસો દોડાવી ન જોઈએ. સિટી બસના ચાલકો પણ નાના વાહન ચાલકોને આગળ વધવા માટે સાઈડ આપતા નથી. આપણે વરઘોડાની માફક તેની પાછળ ચાલતા હોય તેમ વાહન હંકારવું પડે છે.

પોતાની વેદના વ્યક્ત કરતા આંખોમાં આંસુ સાથે અરવિંદભાઇએ જણાવતા કહ્યું હતું કે, મારા 29 વર્ષીય દિકરાએ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે તનતોડ મહેનત કરી હતી. ત્યાર પછી આઠ વર્ષ સુધી મકરપુરા અને વાઘોડિયા GIDCમાં નોકરી કરી હતી. ત્યાર પછી અમદાવાદ નજીક સાણંદમાં કોકોકોલા કંપનીમાં નોકરી લાગી હતી. ત્યારે એ દિવસે રજા હોવાને કારણે મારો દીકરો બ્રિજેશ ઘરે આવી રહ્યો હતો. તે દરમિયાન સિટી બસવાળાએ તેને કચડી નાખ્યો હતો અને મારા દીકરાનું મોત થયું હતું.

અરવિંદભાઇએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, બ્રિજેશની સગાઇ કરી હતી અને થોડા જ સમયમાં તેના લગ્ન લેવાના હતાં. પરંતુ કોરોનાની મહામારીને કારણે લગ્ન થોડા મહિના બાદ લઇશું તેવું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતું કમનસીબે આ ઘટના બની ગઇ. અમારા દ્વારા સિટી બસ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમજ કોર્ટમાં વળતર માટે દાવો કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *