Gas Cylinder: ટાઇલ્સ ઉપર સિલિન્ડરના કાટના નિશાન અને ડાઘ પડવા એક સામાન્ય સમસ્યા છે. ખાસ કરીને જ્યારે લાંબા સમય સુધી સિલિન્ડર એક જ જગ્યા પર પડ્યો રહે છે ત્યારે ત્યાં લાલ ગોળ ચકરડાઓ બની જાય છે. આ કાટના નિશાનો ઘરની સુંદરતાને ખરાબ કરે છે. પરંતુ હવે ચિંતા કરવાની (Gas Cylinder) કોઈ જરૂર નથી. એક સામાન્ય અને સસ્તી ઘરેલુ ચીજ વસ્તુથી તમે આ કાચના નિશાનને એક જ ઝાટકે સાફ કરી શકો છો.
બેકિંગ સોડા
કાચના નિશાનને સાફ કરવા માટે બેકિંગ સોડા એક સસ્તો અને ખૂબ જ કારગર ઉપાય છે. બેકિંગ સોડામાં કુદરતી ગુણો હોય છે જે કાટ અને ડાઘને હટાવવામાં મદદરૂપ થાય છે.
બેકિંગ સોડાથી કેવી રીતે કાટની સફાઈ કરવી?
બેકિંગ સોડા અને પાણીની પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને કાટ લાગેલી જગ્યા પર લગાવી દો. તેને થોડા સમય માટે તે જ સ્થિતિમાં છોડી દો. હવે એક બ્રશની મદદથી તે જગ્યાને ઘસીને સાફ કરો. હળવા હાથે ઘસવાથી નિશાન ધીમે ધીમે દૂર થવા લાગશે. ઘસ્યા બાદ પાણીથી સારી રીતે સાફ કરી લો.
આ ઉપાય પણ શ્રેષ્ઠ છે
કાઢના ડાઘને દૂર કરવા માટે તમે ટમેટાનો ઉપયોગ પણ કરી શકો છો. આ રીતે સાફ કરવા માટે એક ટમેટું લો અને તેને કાપો અને કાપેલા ભાગને કાટ વાળી જગ્યા પર ઘસો. તેમાં ખૂબ જ ઓછી માત્રામાં સિંધવ મીઠું નાખો અને પાંચ મિનિટ સુધી આજ સ્થિતિમાં છોડી દો. પછી સ્ક્રબથી ઘસો અને છેલ્લે પાણીથી ધોઈ નાખો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App