પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાશી મહાકાલ એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી ચૂક્યા છે. મહાકાલ એક્સપ્રેસમાં યાત્રિકોને આધ્યાત્મિક અનુભવ પણ કરાવાશે.મહાકાલ એક્સપ્રેસની બોગી નંબર B-5માં સીટ નંબર 64 ભગવાન મહાકાલ એટલે કે ભગવાન શિવ માટે આરક્ષિત રહેશે. રવિવારે ચંદોલીના પડાવથી રીમોટ દ્વારા પ્રધાનમંત્રી મોદીએ ટ્રેનને રવાના કરી હતી.
Varanasi: Seat number 64 of coach B5 in Kashi Mahakal Express (Varanasi-Indore) has been turned into a mini-temple of Lord Shiva. The train was flagged off by Prime Minister Narendra Modi via video conferencing yesterday. pic.twitter.com/X5rO4Ftbl6
— ANI UP (@ANINewsUP) February 16, 2020
મહાકાલ એક્સપ્રેસમાં ધાર્મિક યાત્રિકોનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે.આમાં જનારા યાત્રિકો માટે મનોરંજન અને આધ્યાત્મિક અનુભવ માટે ભજન કીર્તન નું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. શરૂઆતના દિવસોમાં એક મંડળી જશે, જે ભજન કીર્તન ગાશે. ત્યારે બાદ ૨૦ ફેબ્રુઆરીએ પણ એક ભજન મંડળી નું આયોજન થશે. ત્યારબાદ સતત કેસેટ દ્વારા લોકો ભજન કીર્તન સાંભળી શકશે.
વારાણસી થી ઇન્દોર વચ્ચે ફેબ્રુઆરીથી ચલાવવામાં આવેલી કાશી મહાકાલ એક્સપ્રેસમાં આઠ અલગ અલગ તીર્થસ્થળો ના પેકેજ પણ હશે. વારાણસી, અયોધ્યા, ઇન્દોર, ઉજ્જૈન, ભોપાલ ના ધાર્મિક તેમજ પર્યટન સ્થળો માટે આઇઆરસીટીસી એ એક પેકેજ પણ તૈયાર કર્યું છે. આ ટ્રેન સરકારી ટ્રેન નથી પરંતુ એક ખાનગી ટ્રેન છે.
કાશી મહાકાલ એક્સપ્રેસ યુપી અને મધ્યપ્રદેશના મુખ્ય ધાર્મિક સ્થળો પર જનાર યાત્રિકોને સારી સુવિધા આપશે. તેનાથી બંને રાજ્યોના પર્યટનને પ્રોત્સાહન મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.