કોરોનાના કારણે દરેક ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે થોડા દિવસ પહેલા જ ઘોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે હવે ધોરણ 12ના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. ધોરણ 12ના પરિણામની તારીખ જાહેર થઈ ગઈ છે. ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓના પરિણામની તારીખ જાહેર થઈ છે.
આવતીકાલે 17 જુલાઈના રોજ પરિણામ જાહેર થશે. પરિણામ ઓનલાઇન જાહેર કરવામાં આવશે. આવતીકાલે 17 જુલાઈના રોજ સવારે 8 વાગે પરિણામ જાહેર થશે. આ પરિણામ સવારે 8 વાગ્યે result.gseb.org પર જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે ધો. 12 સાયન્સના 1.40 લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે.
અરજદારે રજૂઆત કરી છે કે, ધોરણ 12ના સામાન્ય પ્રવાહના પરિણામમાં ધોરણ-10ના ગણિતના માર્ક્સને ધ્યાનમાં લેવામાં આવવા જોઈએ. શિક્ષણ બોર્ડ દ્વારા સાયન્સના વિદ્યાર્થીઓના જ ધોરણ-10ના માર્ક્સ ધ્યાને લઈને પરિણામની પેટન્ટ નક્કી કરી હોવાની અરજદારે રજૂઆત કરી છે. જે ખોટું છે. આ બાદ ગુજરાત હાઈકોર્ટે GSEB બોર્ડને સોમવાર સુધી જવાબ આપવા માટેનો સમય આપ્યો હતો.
માર્કશીટ તૈયાર કરવાની ફોર્મ્યુલા
તાજેતરમાં ગુજરાત શિક્ષણ બોર્ડે ધો.12ના પરિણામની માર્કશીટનું માળખુ જાહેર કર્યું છે. આ ફોર્મ્યુલા પ્રમાણે ધો.10ના પરિણામના 50 માર્ક્સ, ધો.11ના પરિણામના 25 માર્ક્સ તેમજ ધો.12ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ ધ્યાનમાં લેવાશે. જુલાઇના બીજા અઠવાડિયામાં માર્કશીટ મળી જશે.
ધો.12 વિજ્ઞાન પ્રવાહના ગ્રૂપ -એ ના વિદ્યાર્થીઓને ગણિત વિષય સામે ધો.10માં ગણિતના વિષયમાં મેળવેલા ગુણ ધ્યાને લેવાશે. ધો.12 વિજ્ઞાન પ્રવાહના ગ્રૂપ-બીના વિદ્યાર્થીઓને જીવ વિજ્ઞાનના ગુણ ધો.10ના વિજ્ઞાન વિષયમાં મેળવેલા ગુણને ધ્યાને લેવાશે. ધો.12 વિજ્ઞાન પ્રવાહના ગ્રૂપ – એબીના વિદ્યાર્થીઓને ગણિતના ગુણ માટે ધો.10ના ગણિતના ગુણ ધ્યાને લેવાશે. જ્યારે જીવ વિજ્ઞાનના ગુણ ધો.10ના વિજ્ઞાનના ગુણ ધ્યાને લેવાશે. ધો.12 રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન માટેના ગુણ માટે ધો.10ના ગણિત અને વિજ્ઞાનના સરેરાશ ગુણને ધ્યાને લેવાશે. ધો.12 સામાન્ય પ્રવાહમાં પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષાના ગુણને ધો.10ની પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષાના ગુણને ધ્યાને લેવાશે.
પ્રેક્ટિકલના માર્ક માટે આ ફોર્મ્યુલા
ધો.12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાના ગુણમાં વિદ્યાર્થીએ ધો.11 અને 12ના વર્ષ દરમિયાન કરેલી પ્રવૃત્તિ ધ્યાને લેવાશે. બોર્ડના પરિપત્ર પ્રમાણે રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનની પ્રાયોગિક પરીક્ષાના ગુણ માટે વિદ્યાર્થીએ ધો.11 અને 12માં વર્ષ દરમિયાન કરેલી પ્રાયોગિક પ્રવૃત્તિને આધારે ગુણ આપવાના રહેશે.
અંગ્રેજીના માર્ક વિદ્યાર્થીએ ધો.10માં મેળવેલા ઈંગ્લિશના માર્ક મુજબ મુકાશે
ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં અંગ્રેજી (પ્રથમ ભાષા) અને અંગ્રેજી દ્વિતીય ભાષાના ગુણ માટે ધો.10માં વિદ્યાર્થીએ અંગ્રેજી (પ્રથમ ભાષા) અને અંગ્રેજી (દ્વિતીય ભાષા)ના ગુણને ગણતરીમાં લેવાશે. ઉપરાંત કોઇ એક દ્વિતીય ભાષા અથવા કમ્પ્યૂટર વિષયના ગુણ માટે ધો.10મા વિદ્યાર્થીએ પસંદ કરેલ દ્વિતિય ભાષા અથવા તૃતિય ભાષામાં મેળવેલા ગુણને ગણતરીમાં લેવાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.