GSEB રિઝલ્ટ LIVE: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10(Standard 10th)ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે ધોરણ 10નું 65.18% પરિણામ આવ્યું છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પરિણામ જોઈ શકશે. સુરત(Surat) જિલ્લાનું સૌથી વધુ 75.64 %અને પાટણ(Patan) જિલ્લાનું સૌથી ઓછું 54.29 % પરિણામ આવ્યું છે. આ વખતે છોકરીઓએ છોકરાઓ કરતાં 11.74 ટકા વધુ પરિણામ મેળવીને બાજી મારી લીધી છે.
સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64% પરિણામ:
સુરત જિલ્લાનું 75.64 % પરિણામ આવ્યું છે. આ સાથે જ ગુજરાતમાં સૌથી વધુ સુરતના 2532 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે. સુરત જિલ્લાનું ગુજરાતમાં સૌથી વધુ 75.65 % પરિણામ આવ્યું છે. જેના પગલે શાળાએ પહોંચેલા વિદ્યાર્થીઓમાં કઈક અનેરો આનંદ જ જોવા મળી રહ્યો છે. સુરતમાં 2532 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ છે. આ સાથે સુરત જીલ્લામાં A-2માં 9274, B-1માં 13371, B-2માં 15180, C-1માં 13360, C-2માં 6256 અને Dમાં 329 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે.
કોરોનાકાળ જેવી મહામારીને કારણે શરૂઆતમાં જ્યારે લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. ત્યાર પછી લોકડાઉનના 75 દિવસ બાદ 9મી જૂન 2020ના રોજ ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. 2020માં 10મા ધોરણનું 60.64 % પરિણામ આવ્યું હતું. જે 2019 કરતા 5 % ઓછું હતું. 2019માં ધોરણ 10નું 66.97 % પરિણામ આવ્યું હતું. ધોરણ 10નું 2020માં દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ છે. તો 174 શાળાઓનું શૂન્ય 0% પરિણામ હતું. જયારે 100 % પરિણામ ધરાવતી 291 શાળાઓ હતી. 2020માં અંદાજે 10.80 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.