વીજળી પડતાં ગુજરાતના આ રિટાયર્ડ સૈનિકનું મોત- ત્રણ દીકરી અને એકના એક દીકરાએ ગુમાવ્યો પિતાનો સાથ

ગુજરાતના ભિલોડા સહિત સમગ્ર અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ અવિરતપણે પધરામણી કરતા જિલ્લાભરમાં સારો વરસાદ થવાના પગલે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે, જ્યારે વધુ વરસાદના…

ગુજરાતના ભિલોડા સહિત સમગ્ર અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ અવિરતપણે પધરામણી કરતા જિલ્લાભરમાં સારો વરસાદ થવાના પગલે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે, જ્યારે વધુ વરસાદના પગલે અકસ્માતના બનાવમાં પણ દિવસે દિવસે  વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમાં આજરોજ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના માકરોડા ખાતે વીજ વીજળી પડતાં દાઝી જતા એક નિવૃત આર્મીમેનનું ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યું હતું. ખેડૂત આર્મીમેનના મોતના પગલે પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

મળતી વિગતો અનુસાર, અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના માકરોડારોડા ગામમાં રહેતા સુરેશભાઈ થાવરાજી ગામેતી (ઉ.વ 50) આર્મીમાંથી રિટાયર્ડ થયા બાદ ખેતી અને પશુપાલનનો વ્યવસાય શરુ કર્યો હતો.અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આજરોજ સવારે આશરે દસથી અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાન સુરેશભાઈ ગામેતી રોજના ક્રમ મુજબ પોતાના ગામમાં બકરીઓ ચરાવવા માટે ગયા હતા. ત્યારે એકાએક વીજળીના કડાકા સાથે ભારે વરસાદ થતા બકરીઓ ચરાવતી વખતે વીજળી પડવાથી દાઝી જતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું કરૂણ મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતા પરિવાર ઊંડા શોકમાં
નિવૃત આર્મીમેન-ખેડૂતના મોતના સમાચાર વાયુવેગે લોકોમાં પ્રસરી જતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સાથે સાથે મૃતકના પરિવારજનો પણ દોડી આવ્યા હતા. મૃતકના મોતના પગલે પરિવારજનો સહિત સમગ્ર ગામમાં આક્રંદનો માહોલ જોવા મળ્યો હતો, નિવૃત આર્મીમેનના શબને ભિલોડાના કોટેજ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યું હતું, ત્રણ દીકરી અને એક પુત્રે પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારજનો ઉપર મુશ્કેલીનો પહાડ તૂટી પડ્યો હતો. હોસ્પિટલમાં પરિવારજનો સહિત મોટી સંખ્યામાં લોકો ના ટોળેટોળા વળતા શોકનો માહોલ સર્જાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *