Ahemdabad ACB Trap: ગુજરાતમા એસીબી દ્વારા લાંચ લેતા ક્લાસ-1 અધિકારીને ઝડપ્યા છે. જેમા અમદાવાદમાં ક્લાસ-1 ઓફિસર લાંચ (Ahemdabad ACB Trap) લેતા ઝડપાયા છે,આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમાર અને નિવૃત્ત ડીન ગીરીશ પરમાર પણ લાંચ લેતા ઝડપાયા છે. આ કેસમા ફરિયાદી તથા સાથી ડોક્ટર પાસે 30 લાખની લાંચ માગી હતી ફરિયાદની તરફેણમાં કામગીરી કરવા લાંચ માગી હતી.
આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામા આવી
આ અંગે મળતી માહિતી મુજબ ભાવનગર ખાતે નાયબ નિયામક (આરોગ્ય અને તબીબી સેવાઓ )તરીકે ફરજ નિભાવેલ હતી. આ દરમ્યાન તેઓના દ્વારા આરોગ્ય વિભાગના સ્ટાફ સામે બોગસ મેડીકલ પ્રેક્ટીસ બાબતે કાર્યવાહી કરતાં ફરીયાદી સામે ખંડણી માંગણીની ફરિયાદ કમિશનર આરોગ્ય વિભાગને થયેલ હતી.
જેથી ફરિયાદી તથા તેઓના સાથી ડોકટરને ફરજ મૌકુફ કર્યા હતા. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા બંને ડોકટર સામે પ્રાથમિક તપાસ શરૂ કરવા માં આવેલ હતી. જ્યારે તપાસ અધિકારીએ આ ખાતાકીય તપાસ ઓકટોબર-2024 માં પુર્ણ કરી પોતાનો અહેવાલ જાન્યુઆરી-2025મા જમા કરાવેલ હતો.
પ્રાથમિક તપાસમાં તરફેણના કામે માંગી લાંચ
આ દરમિયાન આરોપી નં-2 વચેટીયા એ ફરીયાદીનો સંપર્ક કરી ને ફરીયાદી તથા તેમના સાથી ડોકટર બંને વિરુધ્ધની પ્રાથમિક તપાસના કામે તરફેણમાં કાર્યવાહી કરાવવા માટે આરોપી નંબર 1 સાથે મીટીંગ કરવા બોલાવેલ હતા.
જેથી ફરીયાદી અને તેમના સાથી ડોકટર મિત્ર ગાંધીનગર ખાતે જઇ બંને આરોપીઓને રૂબરૂ માં મળી વાતચીત કરતા ફરીયાદી અને તેમના સાથી ડોકટર એમ બંનેના રૂપિયા 30,00,000 ની લાંચની માંગણી કરી હતી. તે પૈકી રૂપિયા 15,00,000 એડવાન્સ અને બાકીના ફરીયાદીનું કામ થઇ ગયા પછી આપવાનો વાયદો થયેલ હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App