ગુંડારાજ: નિવૃત્ત નૌકાદળના અધિકારીએ મુખ્યમંત્રીનું કાર્ટૂન ફોરવર્ડ કર્યું તો ઢોર માર મારવામાં આવ્યો -વિડીયો વાયરલ

મહારાષ્ટ્રના ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ધારાસભ્ય અતુલ ભટખલકરે આરોપ લગાવ્યો છે કે કાંદિવલીમાં નિવૃત્ત નૌકાદળના અધિકારીને કેટલાક શિવસૈનિકોએ માર માર્યો હતો, કારણ કે તેમણે સોશિયલ…

મહારાષ્ટ્રના ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ધારાસભ્ય અતુલ ભટખલકરે આરોપ લગાવ્યો છે કે કાંદિવલીમાં નિવૃત્ત નૌકાદળના અધિકારીને કેટલાક શિવસૈનિકોએ માર માર્યો હતો, કારણ કે તેમણે સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિશેનું કાર્ટૂન આગળ ફોરવર્ડ કર્યું હતું. એફઆઈઆર નોંધવામાં આવી છે અને કમલેશ કદમ અને 8 થી 10 લોકો પર આરોપ મૂકવામાં આવ્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના સવારે 11.30 વાગ્યે ઉપનગરીય કાંદિવલીના લોખંડવાલા સંકુલ વિસ્તારમાં બની. 65 વર્ષીય મદન શર્મા કાંદિવલી પૂર્વના ઠાકુર સંકુલની વસંત પ્રાઇડ સહકારી મંડળીમાં રહે છે.

જે બાદ પોલીસે અત્યાર સુધી કદમ સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. પૂર્વ નેવી ઓફિસરનું નામ મદન શર્મા છે અને તે એટલી ભૂલ હતી કે તેણે વોટ્સએપ પર એક કાર્ટૂન ફોરવર્ડ કર્યું હતું. ભૂતપૂર્વ નૌકાદળ અધિકારીએ જણાવ્યું હતું કે, “મેં આગળ મોકલેલા સંદેશ પછી મને ધમકીભર્યા કોલ્સ મળી રહ્યા હતા. આજે લગભગ 8-10 લોકોએ મારા પર હુમલો કર્યો અને મને ખરાબ રીતે માર માર્યો. મેં સમગ્ર જીવન રાષ્ટ્ર માટે વિતાવ્યું. કામ કર્યું છે. આવી સરકાર હોવી જોઈએ નહીં.

તમને જણાવી દઈએ કે ભૂતપૂર્વ નેવી અધિકારીની પુત્રી ડો.શીલા શર્માએ કહ્યું હતું – સંદેશ મોકલ્યા બાદ તેમને ધમકીભર્યા કોલ આવ્યા. શિવસેનાના અનેક કાર્યકરોએ તેમને ખરાબ રીતે માર માર્યો હતો. તે પછી પોલીસ અમારા ઘરે આવી અને અમારા પિતાને સાથે લઈ ગઈ. અમે એફઆઈઆર નોંધાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *