ભારતમાં કોરોના વાયરસ ફેલાવવાનું કાવતરું ઘડનાર ઝડપાયો- જાણો કોણ છે આ વ્યક્તિ

છેલ્લા કેટલાક સમયથી અમુક સંગઠનો દ્વારા ભારતમાં કોરોના ફેલાવવાનું કાવતરું ઘડવાના સમાચાર વહેતા થયા હતા. ભારતમાં કોરોનાના દર્દીઓ મોકલીને ખાના ખરાબી કરવાના ષડયંત્રના સૂત્રધાર જાલિમ…

છેલ્લા કેટલાક સમયથી અમુક સંગઠનો દ્વારા ભારતમાં કોરોના ફેલાવવાનું કાવતરું ઘડવાના સમાચાર વહેતા થયા હતા. ભારતમાં કોરોનાના દર્દીઓ મોકલીને ખાના ખરાબી કરવાના ષડયંત્રના સૂત્રધાર જાલિમ મુખીયાની નેપાળ પોલીસે ધરપકડ કરી છે. જાલિમ મુખીયા પર આરોપ છે કે, તેણે દિલ્હીમાં તબલિગી જમાતના કાર્યક્રમાંથી પાછા ફરેલા લોકોને આશ્રય આપ્યો હતો.

કોરોના સંક્રમિત જમાતિઓને આપ્યો હતો આશરો

ભારત અને નેપાળ બોર્ડર પર પોલીસે પાક, ઈન્ડોનેશિયા અને ભારતના કેટલાક જમાતીઓને રોક્યા હતા. જોકે તેઓ છટકીને નેપાળ પહોંચી ગયા હતા. તેમને જાલિમ મુખીયાએ આશરો આપ્યો હતો. આ પૈકીના 3 જ લોકો કોરોના પોઝિટિવ હતા. રવિવારે પોલીસે હવે જાલિમ મુખીયાની ધરપકડ કરી છે. જાલિમ મુખીયા હથિયારોનો સ્મગલર છે. તે નેપાળ બોર્ડર પરથી સ્મગલિંગ કરે છે.

રાજકારણી છે જાલિમ મુખિયા

તે કોમ્યુનિસ્ટ પાર્ટીનો સભ્ય છે. માઓવાદી ગ્રૂપ સાથે પણ તેના સબંધો છે. નેપાળની ગત ચૂંટણીમાં પણ તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતની બોર્ડરને અડીને આવેલા નેપાળમાં તેનું ઘર છે. તેના નેપાળના એક મંત્રી સાથે સબંધો છે અને તેના ઈશારે ભારત વિરોધી ગતિવિધિઓને તે અંજામ આપે છે.

જમાતીઓને ભારતમાં પ્રવેશ કરવા મદદ કરી હતી

એસએસબી એ બેતિયાના ડીએમ અને એસપી ને પત્ર લખીને જણાવ્યું હતું કે નેપાળની સીમા થી 40-50 કોરોના સંક્રમિત શંકાસ્પદ લોકો ભારતમાં દાખલ થવાના છે. આ લોકોનો ધ્યેય ભારતમાં, ખાસ કરીને બિહારમાં કોરોના સંક્રમણ ફેલાવવાનો છે. આરોપ હતો કે આ શંકાસ્પદ લોકોને જાલીમ મુખિયાએ ભારતમાં દાખલ થવા મદદ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *