અમદાવાદ(ગુજરાત): આજકાલ વધી રહેલ આત્મહત્યા(Suicide)ના બનાવો દરમિયાન ફરીવાર રાજ્યમાંથી એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં અમદાવાદ(Ahmedabad)ના સેટેલાઇટ વિસ્તાર(Satellite area)માં રહેતાં પ્રોફેસર(Professor) અને તેમનાં પત્નીએ બીમારીથી કંટાળીને આત્મહત્યા કરી લીધી છે. જાણવા મળ્યું છે કે, પતિને કિડનીની બીમારી હતી જ્યારે પત્નીને કેન્સરની બીમારી હતી. બન્નેએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ દરમિયાન તેમના નિવાસથી અંતિમયાત્રા નીકળી હતી. આ ઉપરાંત, પોલીસ(police)ને એક સુસાઈડ નોટ(Suicide note) પણ મળી છે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, તેઓ યોગ અને પ્રાણાયામ કરતાં પણ બીમારીમાં કોઈ રાહત ન મળતાં તેમણે આત્મહત્યા કરવાનું નક્કી કર્યું છે.
મળતી માહિતી મુજબ, સેટેલાઈટ વિસ્તારમાં આવેલી સરસ્વતી હાઉસિંગ સોસાયટીમાં મોડી રાત્રે એક વૃદ્ધ દંપતીએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું. ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર રહી ચૂકેલા યોગેન્દ્ર વ્યાસે તેમની પત્ની સાથે આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવમાં પત્ની અંજના વ્યાસ અને પતિએ બંગલાના એક જ રૂમમાં એકસાથે આત્મહત્યા કરતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. આ ઘટનાની જાણ થતાં સેટેલાઇટ પોલીસ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોચી તપાસ કરવામાં આવતા એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી.
સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, તે બંને જણા છેલ્લા ઘણા સમયથી બીમારીથી પીડાઇ રહ્યા છે અને અમે બંને જણાએ તંદુરસ્ત થવા માટે ખૂબ યોગ, પ્રાણાયામ કર્યા હતા. પરંતુ, કોઈ પરિણામ ન મળતાં આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો છે. પોલીસ દ્વારા પરિવારની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવતા જાણવા મળ્યું છે કે, અંજનાબેન છેલ્લા ઘણા સમયથી કેન્સરની બીમારીથી પીડાતાં હતાં. જ્યારે યોગેન્દ્ર વ્યાસનું થોડાક સમય પહેલાં કિડનીનું ઓપરેશન કરાવ્યું હતું. જાણવા મળ્યું છેકે, યોગેન્દ્ર વ્યાસ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. પરંતુ, છેલ્લાં ઘણાં વર્ષોથી તેઓ નિવૃત્ત પ્રોફેસર તરીકે જીવન જીવતા હતા. જ્યારે અંજનાબેન હાઉસ વાઈફ હતાં.
ચોંકાવનારી વાત તો એ છે કે, મૃતક સિનિયર સિટિઝન દંપતીનો પુત્ર ગેસ્ટ્રોલોજિસ્ટ ડોક્ટર છે અને તે અમદાવાદમાં ક્લિનિક પણ ચલાવી રહ્યો છે. હાલ તો પોલીસ દ્વારા અકસ્માતે મોત નોંધીને આત્મહત્યા પાછળનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. એ વાત પણ સમજવી જોઈએ કે, આત્મહત્યા એ કોઈપણ મુશ્કેલીનો અંત નથી. 6 ઓક્ટોબર 1940ના રોજ અમદાવાદમાં જન્મેલા ડૉ. યોગેન્દ્ર વ્યાસ માત્ર 22 વર્ષની ઉંમરે સુરેન્દ્રનગરની મહિલા કોલેજમાં અને પછી અમદાવાદની સરસપુર કોલેજમાં આચાર્ય તરીકે તથા એક વર્ષ ડૉ. પ્રબોધ પંડિત સાથે પુણેની ડેક્કન કૉલેજમાં સેવાઓ આપી હોવાનું જજ્નવા મળ્યું છે.
1957માં એસ.એસ.સી., 1961માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ., 1963માં ગુજરાતી અને ભાષાવિજ્ઞાન વિષયોમાં એમ.એ., 1969માં પી.એચ.ડી., 1963થી 1966 સુધી એમ. એમ. શાહ મહિલા કૉલેજ, સુરેન્દ્રનગરમાં ગુજરાતીના પ્રાધ્યાપક અને પ્રિન્સિપાલ. 1966થી 1968 સુધી સરસપુર આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, અમદાવાદમાં પ્રાધ્યાપક અને 1968-69માં ત્યાં જ આચાર્ય. 1969થી 1980 સુધી ભાષા વિજ્ઞાનના વ્યાખ્યાતા. 1980થી ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનમાં ભાષા વિજ્ઞાનના રીડર પણ હતા.
અમદાવાદ શહેર શિક્ષણ સમિતિ દ્વારા સન 1999માં સંનિષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત ડો. યોગેન્દ્ર વ્યાસ વર્ષ 2002માં અમેરિકાની 1967થી કાર્યરત એ.બી.આઈ, ઈન્સે.સંસ્થા દ્વારા મેન ઓફ ધ યર 2002 અને એ જ સંસ્થાના રિસર્ચ બોર્ડ ઓફ એડવાઇઝર તરીકે પસંદગી પામ્યા હતા. તેમણે વર્ષ 1995થી 1999 સુધી ભારતીય ભાષા સંસ્થાનના કેન્દ્ર સરકાર દ્વારા નીમેલા સલાહકાર તરીકે 1997માં નવમી પંચવર્ષીય યોજના માટેની UGC(યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન)ના વિઝિટિંગ કમિટીમાં તથા વર્ષ 2000માં નેશનલ એક્રેડિટેશન એન્ડ એસેસમેન્ટ કાઉન્સિલના સભ્ય તરીકે સેવાઓ પણ આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.