લાખો રૂપિયાના વિદેશી દારૂ સાથે લઇ જતા બુટલેગરને અધવચ્ચે નડી પોલીસ અને પોલીસને જોતા જ કર્યું એવું કે…

હાલમાં દારૂની હેરાફેરીના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ દરમિયાન વડોદરા નજીક સાકરદા ભાદરવા રોડ ઉપરથી નંદેશરી પોલીસ દ્વારા બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો લઇને પસાર થઇ રહેલી કારને ઝડપી પાડવામાં આવી હતી. બુટલેગર પોલીસને ચકમો આપીને ફરાર થવામાં સફળ રહ્યો હતો. આ અંગે પોલીસ દ્વારા રૂપિયા 1.91 લાખનો દારૂનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નંદેશરી પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ મથકના પોલીસ જવાન શૈલેષભાઈ લાલજીભાઈને માહિતી મળી હતી કે, સાકરદા અને ભાદરવા રોડ ઉપરથી વિદેશી દારૂ લઈને એક કાર પસાર થવાની છે. આ બાતમીના આધારે તેમણે પોલીસ અધિકારીના માર્ગદર્શન હેઠળ સાથી પોલીસ જવાનોની મદદ લઇ વોચ ગોઠવી હતી.

આ દરમિયાન બાતમીવાળી કાર આવતા જ પોલીસ એલર્ટ થઈ ગઈ હતી. જોકે, પોલીસ કાર પાસે આવે તે પહેલાં વિદેશી દારૂનો જથ્થો લઈને આવી રહેલ બુટલેગર તેની કાર સ્થળ પર મૂકીને જ ભાગી ગયો હતો. પોલીસ દ્વારા કાર પાસે પહોંચી તપાસ કરતાં કારમાંથી રૂપિયા 1,91,500 કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ ઉપરાંત પોલીસ દ્વારા 57 પેટી દારૂ અને કાર મળી કુલ રૂપિયા 6,91,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. બીજી બાજુ પોલીસે કારના નંબરના આધારે આ કાર કોની હતી, તે અંગે તપાસ શરૂ કરી છે.

જાણવા મળ્યું છે કે, બુટલેગરો દ્વારા રાત્રી કરફ્યુનો લાભ ઉઠાવી વિદેશી દારૂની મોટાપાયે હેરાફેરી થઈ રહી છે. જોકે, તે સામે પોલીસ તંત્ર પણ એલર્ટ હોવાથી બુટલેગરોની મુરાદ પૂરી થવા દેતી નથી. બુધવારે સાંજે નંદેશરી પોલીસ દ્વારા વિદેશી દારૂનો જંગી જથ્થો પકડતા પંથકમાં હોબાળો મચી જવા પામ્યો છે. નંદેશરી પોલીસ દ્વારા અજાણ્યા બુટલેગર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *